G-20 ની મેજબાની દરમિયાન PM મોદી વૈશ્વિક નેતાઓને આપશે ખાસ ભેટ, જુઓ Photos
આગામી જી20 શિખરવાર્તા સંમેલનની મેજબાની દરમિયાન પીએમ મોદી દુનિયાના મોટા નેતાઓને આપવામાં આવનારા કિંમતી ઉપહારોના માધ્યમથી વિશ્વ સ્તર પર હિમાચલ પ્રદેશની કળા અને સંસ્કૃતિના પ્રસારને પ્રોત્સાહન આપશે.
પ્રધાનમંત્રી મોદી આ વખતે જી20 દેશોનું નેતૃત્વ કરનારા વિવિધ વૈશ્વિક નેતાઓને આ સમિટ દરમિયાન ચંબા રૂમાલ, કાંગડાના લઘુચિત્ર, ખુબ જ ખાસ કિન્નૌરી શાલ, હિમાચલી મુખૌટા, કુલ્લુ શાલ, અને કનાલ બ્રાસ સેટ જેવી ચીજો ભેટમાં આપશે.
હિમાચલની કળા અને સંસ્કૃતિ હવે આ ભેટ દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રશિયા, જાપાન, બ્રાઝીલ, યુએઈ, નેધરલેન્ડ્સ, સ્પેન જેવા દેશો સુધી ભેટ તરીકે પહોંચશે.
જી-20 નેતાઓને અપનારી ભેટ અંગેની ખબર જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત સરકાર વૈશ્વિક મહેમાનોને કયા પ્રકારની ભેટ આપશે. આ તમામ ઉપહારોનું પ્રદર્શન જ્યાં પણ લાગે છે તેને જોવા માટે અને ખરીદવા માટે લોકોની ભીડ લાગતી હોય છે.
હિમાચલ પ્રદેશની શાલ આમ તો પોતાના ગુણ અને સુંદરતા માટે સમગ્ર દુનિયામાં મશહૂર છે. હવે આ શાલ દુનિયાના અનેક મોટા નેતાઓના ખભે જોવા મળશે.
ભારતના આ અનમોલ અને ખુબ જ કિંમતી ભેટ સોગાદ દ્વારા દેશની કળા અને સંસ્કૃતિનો સાત સમંદર પાર પ્રભાવી પ્રચાર થવા જઈ રહ્યો છે.
ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આવામાં આ વખતના આ વૈશ્વિક સમાગમની સફળતા માટે વ્યાપક સ્તર પર વ્યવસ્થા થઈ રહી છે. આ સમિટની સફળતાને સુનિશ્ચિત કરવા માટે ખાસ તૈયારીઓ થઈ રહી છે.