Photos: `ચોલા ડોરા` ડ્રેસ, પહાડી ટોપી...PM મોદીનો ઉત્તરાખંડમાં અનોખો અંદાજ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદ્રીનાથમાં પૂજા અર્ચના બાદ માણા ગામમાં રોડ અને રોપવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું કે આજે બાબા કેદારનાથ અને બદ્રી વિશાલજીના દર્શન કરીને મન પ્રસન્ન થઈ ગયું. જીવન ધન્ય થઈ ગયું. તેમણે વધુમાં કહ્યું કે માણા ગામ, ભારતના અંતિમ ગામ તરીકે જાણીતું છે. પરંતુ મારા માટે સરહદે વસેલું દરેક ગામ દેશનું પહેલું ગામ છે. આ સાથે જ તેમણે 21મી સદીના વિક્સિત ભારતના નિર્માણના બે પ્રમુખ સ્તંભોની પણ જાણકારી આપી અને કહ્યું કે પહેલો- તમારા વારસા પર ગર્વ અને બીજો- વિકાસ માટે દરેક શક્ય પ્રયત્ન છે. પ્રધાનમંત્રીએ આજે પહેલા કેદારનાથમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ બદ્રીનાથમાં પૂજા કરી. જુઓ એક્સક્લુઝિવ તસવીરો....