Theatre માં સૌથી વધુ લોકો કેમ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે, કારણ જાણવા જેવું છે

Thu, 01 Apr 2021-9:24 am,

સ્પેશિયલી કેમ થિયેટર (Theatre) માં જ પોપકોર્ન ખાવામાં આવે છે. પોર્પકોર્ન ટાઈમ પાસ માટે ખાવામાં આવે છે અને  થિયેટર (Theatre) માં મુવી જોતા જોતા સારો ટાઈમ પાસ થઈ જાય છે. પોપકોર્નમાં કોઈ છાલ કે  બિજ હોતા નથી જેના કારણે થિયેટરમાં (Theatre) માં ગંદકી થવાની સંભાવના પણ ઓછી હોય છે. આમ તો સીંગ પણ ટાઈમ પાસ માટે ખાવામાં આવે છે પરંતુ સીંગમાં ફોતરા હોય અને એ ફોતરા ઉડવાથી થિયેટરમાં (Theatre) માં ગંદકી થાય છે. પોપકોર્નમાં કેટલાક સારા ગુણો હોય છે જેના કારણે તમે જો તેને વધુ ખઈ જાવ છો તો પણ તેનાથી કોઈ નુકસાન થતું નથી.

 

પોપકોર્નમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. આ શુગર લેવલની માત્રામાં નિયંત્રણ કરે છે. પોપકોર્નમાં વીટામીન અને ખનીજ પદાર્થો હોવાથી ભૂખ ઝડપથી શાંત થઈ જાય છે. તબીબો એવું માને છે કે પોપકોર્નને વધુ તેલ અથવા ઘીના બદલામાં બટર નાખીને શેકવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય માટે સારુ છે. પોપકોર્ન પર લસણ અને કાળા મરચાનો પાઉડર નાખવામાં આવે તો તે હૃદયની કાર્ય વિધીને મજબૂત બનાવે છે.

પોપકોર્ન એવું વસ્તુ છેકે, તે જો કદાચ તમે વધારે પણ ખાઈ જશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને જો તમે મૂવી કે કોઈ પ્લે જોવા બેઠાં છો તો તમે પોપકોર્ન ખાતા ખાતા આરામથી બે થી ત્રણ કલાકનો સમય પસાર કરી શકો છો. એટલે જ પોપકોર્નને બેસ્ટ ટાઈમપાસ ફૂડ પણ કહેવાય છે.

 

 

1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...બદલાઈ રહ્યાં છે આ નિયમો

પોપકોર્ન ખાવાથી કેન્સર જેવી બિમારીથી બચી શકાય છે. પોપકોર્નમાં પોલીફેનોલિક યોગીક નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે આ એન્ટીઓક્સીડેન્ટ એટલા શક્તિશાળી હોય છે  કે તેની મદદથી શરીરમાં કેન્સર પેદા કરવાવાળા ફ્રી રેડિકલ્સની મુક્તિ મળે છે. પોપકોર્ન ખાવાથી ચહેરા પર કલચરીઓ પડતી નથી આ ઉપરાંત એજ સ્પોર્ટ, આંધડાપણું, વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

 

પોપકોર્નમાં ફાઈબર, પ્રોટીન, પોલીફેનોલ કંપાઉન્ડ, એન્ટીઓક્સી ડેન્ટ, વીટામીન B કોમ્પલેક્સ, મેગનીઝ અને મેગ્નેશીયમના ગુણ મોટા પ્રમાણમાં  હોય છે. જે આપડા શરીર માટે સારુ માનવામાં આવે છે. પોપકોર્ન ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. આટલું જ નહીં આ તમને પેટ સાથે જોડાયેલી તકલિફો દૂર કરવામાં સહાય કરે છે. પોપકોર્નમાં મેગ્નેઝ  વધારે પ્રમાણમાં હોય છે જેથી કરોડજ્જુને મજબૂત બનાવવામાં મદદ કરે  છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link