શાહરૂખ સાથે કામ કરવા બેતાબ છે આ પોર્ન સ્ટાર, જાણો કેવી રીતે બની એડલ્ટ સ્ટાર?

Wed, 29 Jun 2022-3:40 pm,

કેંડ્રા લસ્ટનું સાચું નામ Michele Anne Mason છે. તે અમેરિકન પોર્ન એક્ટ્રેસ અને ડાયરેક્ટ છે. પોતાના કરિયરની શરૂઆત કેંડ્રાએ વેબકેમ મોડલિંગથી કરી હતી. વર્ષ 2012 માં કેંડ્રાએ એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. કેંડ્રા એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પોપ્યુલર એવોર્ડ XBIZ Award એકવાર નહીં બે વખત જીતી ચુકી છે.

કેંડ્રા કોલેજમાં ટ્યુશન ફીસ ભરવા માટે સ્ટ્રિપ કરતી હતી. કેંડ્રાએ દોઢ વર્ષ સુધી સ્ટ્રિપ કરી ટ્યુશનની ફીસ ભરી હતી. કેંડ્રાએ નર્સિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સાત વર્ષ સુધી કેંડ્રાએ નર્સની નોકરી કરી હતી.

પોર્ન ફિલ્મમાં આવતા પહેલા કેંડ્રાએ ત્રણ મહિના વેબકેમ મોડલિંગ કરી હતી. માર્ચ 2012 માં તેણે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવાનું વિચાર્યું હતું. માર્ચ 2015 માં કેંડ્રાએ ArchAngel પ્રોડક્શંસ સાથે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. વર્ષ 2015 માં કેંડ્રાએ ટેલેન્જ એજન્સી સોસાયટી 15 લોન્ચ કરી હતી.

કેંડ્રાએ 2016 માં પોતનું ડાયરેક્ટોરિયલ ડેબ્યુ કર્યું હતું. તે પોતે પ્રોડક્શન કંપની ચલાવે છે જેનું નામ Lust Army Productions છે. કેંડ્રાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેના લગ્ન એક પોલીસ અધિકારી સાથે થયા છે. આ લગ્નથી તેમને એક પુત્રી છે. તેના પતિનું નામ Chuck Mason છે.

કેંડ્રાનું નામ રેસલર અને એક્ટર જોન સીના સાથે પણ જોડાયું હતું. બંને વચ્ચે એફેર હોવાના સમાચાર હતા. જોકે, કેંદ્રા અને જોન સીનાએ ક્યારે પણ આ સમાચારની પુષ્ટી કરી નથી.

કેંડ્રા સોશિયલ મીડિયા પક ઘણી એક્ટિવ રહે છે. તેમના ઇન્સ્ટા પર 8 મિલિયન ફોલોઅર્સ છે. કંડ્રાના ઇન્સ્ટા પર તમે તેની બોલ્ડ અને સુપર સેન્સેશનલ તસવીરો જોઈ શકો છો. કેંડ્રા તેની ફિટનેસને લઇને ઘણી જાણીતી છે.

કેંડ્રાની ઇન્સ્ટા પર બિકિની તસવીરો જોવા મળી જશે. આ ફોટોઝમાં કેંડ્રા તેની ટોન્ડ ફિગર અને કર્વ્સને ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે. કેંડ્રાની તસવીર પોસ્ટ થતા જ વાયરલ થવા લાગે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link