Prithvi Shaw: પૃથ્વી શોનું પુરૂ થયું સપનું.. મુંબઇમાં ખરીદ્યું આલીશાન સી ફેસિંગ હાઉસ, કરોડોમાં છે કિંમત

Wed, 10 Apr 2024-10:57 am,
પૃથ્વીએ બાંદ્રા લીધું ઘરપૃથ્વીએ બાંદ્રા લીધું ઘર

ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલા પૃથ્વીએ મુંબઇના બાંદ્રામાં ઘર લીધું છે. તેમણે ઇંસ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે. પૃથ્વીએ જણાવ્યું કે તેમનું સપનું પુરૂ થઇ ગયું છે. તેમના હાથમાં ઘરની ચાવી આવી ગઇ છે. 

પૃથ્વીએ શું લખ્યું? પૃથ્વીએ શું લખ્યું?

પૃથ્વીએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું 'આ પલ વિશે સપના જોવાથી માંડીને તેને જીવવા સુધીની યાત્રા અવાસ્તવિક રહી છે. સ્વર્ગનો પોતાનો ટુકડો મેળવીને હું ખૂબ આભારી છું. સારા દિવસો આવવા દો.'

પોશ વિસ્તારમાં ઘરપોશ વિસ્તારમાં ઘર

પૃથ્વીનું ઘર મુંબઈના પોશ વિસ્તારમાં છે. તેણે સી ફેસિંગ ઘર ખરીદ્યું છે. મુંબઈમાં આવું ઘર બનાવવું દરેકનું સપનું હોય છે. પૃથ્વીએ 2018માં ભારત માટે તેની પ્રથમ મેચ રમી હતી. તે અત્યાર સુધી આઈપીએલમાં માત્ર દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો છે.

પૃથ્વી શો IPLમાં અત્યાર સુધી 74 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1813 રન બનાવ્યા છે. તેની એવરેજ 24.5 અને સ્ટ્રાઈક રેટ 146.68 છે. પૃથ્વીએ 14 અડધી સદી ફટકારી છે.

પૃથ્વી શોએ ભારત માટે પ્રથમ ટેસ્ટ 2018માં રમી હતી. 2021 માં તેમણે વનડે અને ટી20 ડેબ્યૂ કર્યું હતું. તેમણે ગત ઇન્ટરનેશનલ મેચ 23 જુલાઇ 2021 માં રમી હતી. તે શ્રીલંકા વિરૂદ્ધ વનડે મુકાબલો હતો. ત્યારબાદ પૃથ્વીની નેશનલ ટીમમાં વાપસી થઇ શકી નથી. પૃથ્વીના નામે 5 ટેસ્ટમાં 339 રન છે.  તેમની એવરેજ 42.38 ની છે. પૃથ્વીએ 1 સદી ફટકારી છે. વનડેમાં તેમને 6 મેચોમાં 189 રન બનાવ્યા છે. 1 ટી20 માં તેમનું ખાતું ખુલ્યું નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link