PICS: લોકડાઉનમાં મોબાઈલ ગેમ રમવું 15 વર્ષના બાળકને ભારે પડ્યું, જીવ ગુમાવ્યો, માતા-પિતા ખાસ વાંચે

Sat, 17 Apr 2021-10:21 am,

પુર્નિયા: જો તમને કોઈ કહે કે મોબાઈલ ગેમના કારણે કોઈનો જીવ જઈ શકે છે તો કદાચ તમે આ વાત માનશો નહીં. બિહારના કટિહારના કોઢા પ્રખંડના કોલાસી હદના મકઈપુર ગામના 15 વર્ષના છોકરા આયુષને મોબાઈલ ગેમની લતના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો. તેના મોત બાદ ઘરમાં માતમ છવાયેલો છે. 

હકીકતમાં લોકડાઉનમાં ઓનલાઈન અભ્યાસ માટે આયુષના પરિજનોએ તેને મોબાઈલ ફોન અપાવ્યો હતો. આ દરમિયાન આયુષ અભ્યાસ સાથે ઓનલાઈન ગેમ પણ રમતો હતો. વધુ પડતી ગેમ રમવાના કારણે ગરદનમાં દુખાવાની ફરિયાદ ઉઠી. ત્યારબાદ એક દિવસ પેઈન કિલરના ઓવરડોઝના કારણે તેનો જીવ ગયો.   

કટિહારની હોસ્પિટલના ડોક્ટર પંકજ કુમાર સિંહ કહે છે કે લાંબા સમય સુધી મોબાઈલ ફોન વાપરવાના કારણે તેની અસર આંખ પર પડે છે. આ ઉપરાંત તેનાથી તમારી ગરદન ઉપર પણ અસર થાય છે. જેના કારણે  લોકો પેઈન કિલર લેવાનું શરૂ કરી દે છે. જેની અસર તેમની કિડની પર પડે છે. આવું જ કઈક આયુષ સાથે થયું. સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ એટેકના કારણે તેનો જીવ ગયો હશે. 

હાલ આ ઘટના બાદ પરિજનો રડી રડીને બેહાલ છે. આયુષના આ રીતે મોત થવાના કારણે વિસ્તારના લોકો પણ આઘાતમાં આવી ગયા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link