PM Modi in Japan: PM મોદીની પ્રશંસાવાળું એક પોસ્ટર ખુબ ચર્ચામાં, જુઓ PHOTOS
PM Modi in Quad Leaders Summit 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ આપેલા આમંત્રણ પર ટોક્યો પહોંચ્યા છે. અહીં તેઓ ક્વાડ સમિટમાં ભાગ લેશે. ટોક્યો પહોંચ્યા બાદ ભારતીયોએ તેમને ખુબ ઉષ્માભેર સ્વાગત કર્યું. આ દરમિયાન તેમના સ્વાગતમાં જય શ્રી રામ, ભારત માતા કી જય અને ભારત મા કા શેર જેવા નારા પણ લાગ્યા. એક પોસ્ટર ખુબ ચર્ચાના ચગડોળે ચડ્યું.
પીએમ મોદીએ તેમના સ્વાગતમાં ત્યાં આવેલા લોકો સાથે મુલાકાત કરી. પીએમ મોદીના સ્વાગતનો એક વીડિયો પણ સામે આવ્યો છ. જેમાં લોકો તેમને ભારત માતા કા શેર ગણાવી રહ્યા છે. આ સાથે જ હાથમાં પોસ્ટર લઈને પણ ઊભા છે. જેમાં લખ્યું છે કે જેમણે 370 ને હટાવી તેઓ ટોક્યો આવ્યા છે.
પીએમ મોદીના સ્વાગત માટે ભારતીય મૂળની મહિલાઓ પણ ટોક્યો પહોંચી. આ દરમિયાને પરંપરાગત પોષાકમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું. ભારતીય મહિલાઓએ કહ્યું કે પીએમ મોદી ખુબ જ વિનમ્ર સ્વભાવના વ્યક્તિ છે. અમે તેમને મળીને ભાગ્યશાળી મહેસૂસ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે જાપાનમાં પીએમ મોદીનું સ્વાગત કરીને તેઓ ખુબ ખુશ છે. તેમણે આપણને દરેક જગ્યાએ ગૌરવની અનુભૂતિ કરાવી છે.
પીએમ મોદી ક્વાડ સંમેલન સહિત અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. તેઓ ક્વાડના નેતાઓને મળશે. આ સાથે જ જાપાનના ઊદ્યોગપતિઓ, સીઈઓ, અને અનેક ભારતીય મૂળના લોકો સાથે વાર્તાલાપ કરશે.
પીએમ મોદી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાન પહોંચ્યા છે. અહીં તેઓ ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. ટોક્યો એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસ અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે હું જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાના આમંત્રણ પર 23-24 મે 2022ના રોજ જાપાનના ટોક્યોના પ્રવાસે જઈશ. માર્ચ 2022ના રોજ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે પ્રધાનમંત્રી કિશિદાનું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ટોક્યોના મારા પ્રવાસ દરમિયાન ભારત-જાપાન વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી અમારો સંવાદ આગળ ચાલુ રાખવા માટે ઉત્સુક છું. અત્રે જણાવવાનું કે પીએમ મોદી 40 કલાકમાં 23 બેઠકોમાં ભાગ લેશે.