Who is Radhika Merchant: જાણો કોણ છે રાધિકા મર્ચેન્ટ, જે બનશે અંબાણી પરિવારની પુત્રવધુ, જુઓ ફેમેલી ફોટો
સૌથી પહેલા જાણો કે અંબાણી પરિવારની નાની પુત્રવધુ બનનારી રાધિકા મર્ચન્ટ આખરે કોણ છે. રાધિકા એનકોર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ-ચેરમેન વિરેન મર્ચન્ટની પુત્રી છે.
નોંધનીય છે કે રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્ક યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે અને તે પોલિટિકલ અને ઇકોનોમિક્સ ગ્રેજ્યુએટ છે.
નોંધનીય છે કે ઘણા વર્ષોથી રાધિકાનો પરિવાર અંબાણી પરિવારને ઓળખે છે અને રાધિકા નીતા અંબાણીની પણ ખુબ નજીક છે. હાલમાં નીતા અંબાણી રાધિકાના ક્લાસિકલ ડાન્સ રિસાઇટલમાં પણ હાજર હતા અને બંને એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.
આ ફોટો થોડા સમય પહેલાનો છે જ્યારે રાધિકા મર્ચન્ટ પોતાના થનારા સસરા મુકેશ અંબાણી સાથે તિરૂપતિ બાલાજી ગઈ હતી.
આ ફોટો તે ડાન્સ રિસાઇટલની છે, જેના વિશે અમે તમને જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ડાન્સ રિસાઇટલને અંબાણી પરિવારે હોસ્ટ કર્યો હતો.
રાધિકા અને અનંતનો સંબંધ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે રાધિકાએ ઈશા અંબાણીની સગાઈ પર અંબાણી પરિવારની મોટી પુત્રવધુ શ્લોકા મેહતાની સાથે પરફોર્મ કર્યું હતું. ત્યારથી અંબાણી પરિવારના દરેક કાર્યક્રમ અને ફંક્શનમાં રાધિકા હાજર રહી છે.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ થોડા સમય પહેલા થઈ છે. ઘણા રિપોર્ટ પ્રમાણે આ બંને એકબીજાને બાળપણથી જાણે છે અને વર્ષો જૂનો સંબંધ છે.
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈની તસવીરો વાયરલ થઈ રહી છે.
તમારી જાણકારી માટે અનંત અને રાધિકાની સગાઈ મુંબઈ નહીં પરંતુ નાથદ્વારા, રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ છે.
આ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની તે તસવીર છે જેને પરિમલ નથવાણીએ શેર કરી છે. આ તસવીર રાધિકા અને અનંતની સગાઈની છે. બંને ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે.