રહસ્યમયી ગ્રહોનું ગોચર ડરામણું! પણ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકશે, જબ્બર આકસ્મિક ધનલાભના યોગ

Thu, 26 Sep 2024-10:18 am,

માયાવી ગ્રહ રાહુ અને કેતુ એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવા માટે 18 માસ એટલે કે દોઢ વર્ષનો સમય લે છે. રાહુ કેતુના ગોચરથી તમામ 12 રાશિઓ પર અસર પડશે. વૈદિક પંચાંગ મુજબ 30 ઓક્ટોબર 2023થી રાહુ મીન રાશિમાં ગોચર કરે છે. જ્યારે 30 ઓક્ટોબર 2023થી કેતુ ગ્રહ કન્યા રાશિમાં બિરાજમાન છે. વૈદિક પંચાંગ મુજબ આગામી વર્ષ 2025માં રાહુ અને કેતુ એક જ દિવસે 18મી મે 2025ના રોજ રાશિ પરિવર્તન કરશે. આ દિવસે રાહુ વક્રી ચાલમાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેની શુભ અને અશુભ અસર મેષથી લઈને મીન રાશિના જાતકો પર જોવા મળશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ વર્ષ 2025થી રાહુ અને કેતુની શુભ દ્રષ્ટિથી કેટલીક રાશિઓના જીવનમાં ખુશહાલી આવશે, જીવનના દરેક કષ્ટ દૂર થશે. ભૌતિક સુખ સુવિધાઓમાં જીવન પસાર થશે. જાણો લકી રાશિઓ વિશે...

રાહુ અને કેતુનું ગોચર મિથુન રાશિવાળા માટે કલ્યાણકારી સાબિત થશે. આ દરમિયાન તમારા દરેક કાર્યમાં ભાગ્ય તમને સાથ આપશે. મુસાફરીના યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. આવકમાં વધારો થશે. કૌટુંબિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશો. 

રાહુ કેતુ એક જ દિવસે અલગ અલગ રાશિમાં ગોચર કરશે જેનાથી મકર રાશિવાળાને જબરદસ્ત ફાયદો થશે. આ દરમિયાન અચાનક ધનલાભ થશે. આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. નોકરી-ધંધામાં ખુબ પ્રગતિ થશે. કરિયરમાં ઈચ્છિત સફળતા મળશે. વેપારમાં નફો થશે. ભાગ્યનો સાથ મળશે. જીવનમાં જે ઈચ્છશો તે પ્રાપ્ત કરશો. 

રાહુ અને કેતુના ગોચરથી કુંભ રાશિવાળાને ખુબ ફાયદો થઈ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભૌતિક સુખ સુવિધાઓમાં જીવન પસાર થશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. જમીન કે વાહનની ખરીદીના યોગ છે. સંતાન પક્ષથી સુખદ સમાચાર મળશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link