પાપી ગ્રહે બદલી પોતાની ચાલ, આ જાતકોનો શરૂ થયો ગોલ્ડન પીરિયડ, દરેક કામમાં મળશે સફળતા
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા અને પાપી ગ્રહ માનવામાં આવે છે. આ માયાવી ગ્રહના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જીવનમાં જરૂર પડે છે. મહત્વનું છે કે રાહુ આશરે 18 મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે. આ સમયે તે મીન રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધી આ રાશિમાં રહેશે. પરંતુ સમય-સમય પર નક્ષત્ર પરિવર્તન કરે છે. રાહુના નક્ષત્ર પરિવર્તનની અસર દેશ-દુનિયા પર જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ આ સમયે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે અને આ વર્ષે તે નક્ષત્રમાં રહેશે. પરંતુ સમય-સમય પર નક્ષત્ર પદ પરિવર્તન પણ કરશે. મહત્વનું છે કે 16 ઓગસ્ટે રાહુ ઉત્તરા ભાદ્રપદના તૃતીય પદમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પર તે ડિસેમ્બર સુધી રહેવાના છે. રાહુના ઉત્તરા ભાદ્રપદના તૃતીય પદમાં જવું ઘણા જાતકોને લાભ કરાવી શકે છે. આવો જાણીએ તે રાશિઓ વિશે.
દિક્ર પંચાગ અનુસાર રાહુ 16 ઓગસ્ટે સવારે 9 કલાક 36 મિનિટ પર ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના તૃતીય પદમાં પ્રવેશ કર્યો હતો અને તેમાં 2 ડિસેમ્બર સુધી રહેશે. મહત્વનું છે કે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર શનિનું નક્ષત્ર છે અને 27 નક્ષત્રોમાંથી 26મું માનવામાં આવે છે.
રાહુનું ઉત્તરાભાદ્રપદ પદના ત્રીજા નક્ષત્રમાં આવવાથી કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આ રાશિનો ત્રીજો બાવ હજુ પણ જાગ્રત છે, કારણ કે આ ભાવમાં રાહુની સાથે-સાથે શનિ અને ગુરૂની દ્રષ્ટિ પડી રહી છે. તેવામાં રાહુનું નક્ષત્ર પરિવર્તનનો સકારાત્મક પ્રભાવ આ જાતકોના જીવનમાં પડવાનો છે. કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ લાભ થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલું મહેનતનું ફળ મળશે. આ સાથે વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું પૂરુ થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે. બિઝનેસમાં લાભનો યોગ બની રહ્યો છે. આ રાશિના જાતકોને વિદેશથી કરવામાં આવેલા વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. તમારા દ્વારા બનાવવામાં આવેલી નીતિ સફળ થઈ શકે છે. માનસિક અને શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે.
રાહુ શુક્રના પરમ મિત્ર છે અને તમારા ધન ભાવથી ગોચર કરી રહ્યાં છે. તેવામાં આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. રાહુનું નક્ષત્ર પરિવર્તન ખુબ શુભ થવાનું છે. લાંબા સમયથી જે કામ કરવાનું વિચારી રહ્યાં છો તે હવે પૂરુ થઈ શકે છે. મિત્રોનો સાથ મળશે. સરકારી ક્ષેત્રોમાં કામ કરનાર જાતકોને લાભ મળવાનો યોગ બની રહ્યો છે. શેર માર્કેટમાં ખુબ લાભ મળશે. નાણાકીય, શેર માર્કેટમાં કામ કરનાર જાતકોને લાભ મળી શકે છે. શનિ અને રાહુનો સંયોગ તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે.
આ રાશિમાં રાહુનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. રાહુ નક્ષત્ર પરિવર્તન કરી આ રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યાં છે. તેવામાં આ રાશિના જાતકોને સારા પરિણામ મળશે. રાહુ તમારી રાશિ શુક્રના મિત્ર છે. શનિના નક્ષત્રથી પ્રવેશ કરવાથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. ધનલાભના નવા માર્ગ ખુલશે. ભાગ્યનો સાથ મળશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. વિદેશથી તમને ધનલાભ થઈ શકે છે. સમાજમાં માન-સન્માન મળશે. શત્રુઓનો નાશ થશે. તમે તમારા વિરોધીઓ પર હાવી રહેશો. નોકરીમાં ખુબ લાભ મળી શકે છે. તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.