Rahu Gochar 2025: નવા વર્ષમાં માયાવી ગ્રહ રાહુ કરેશે ગોચર, 2025માં આ 3 રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!
નવા વર્ષમાં ઘણા મોટા ગ્રહોનું સંક્રમણ થશે. માયાવી ગ્રહ તરીકે પ્રચલિત રાહુ ગ્રહ પણ ગોચર કરશે. તેનું ગોચર તમામ રાશિઓને અસર કરશે તે નિશ્ચિત છે. પરંતુ એવી ત્રણ રાશિઓ છે જે લક્ઝરી લાઈફ જીવી શકે છે. આવો જાણીએ આ ત્રણ રાશિઓ વિશે.
માયાવી ગ્રહ રાહુ 18 મે 2025ના રોજ ગોચર કરશે. હાલમાં રાહુ ગ્રહ ગુરુની રાશિ મીન રાશિમાં વિરાજમાન છે, જે કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર સાંજે 5:08 વાગ્યે થશે. રાહુ કુંભ રાશિમાં લગભગ 18 મહિના સુધી રહેશે.
મેષ રાશિ માટે રાહુનું ગોચર ખુશીઓ લઈને આવશે. આ રાશિના જાતકો કોઈપણ જમીનમાં રોકાણ કરી શકે છે. આ પછી તેઓ ભારે નફો પણ કરી શકે છે. સંતાન પક્ષ તરફથી પણ શુભ સમાચાર મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે.
સિંહ રાશિના જાતકોને રાહુના સંક્રમણથી લાભ થશે. આ રાશિના જાતકો નવું મકાન ખરીદી શકે છે. તેમને કાનૂની મામલાઓમાં પણ જીતશે. આવતા વર્ષે તેમના લગ્નનો પણ યોગ બની શકે છે. વિદ્યાર્થીઓને વર્ગ પરીક્ષામાં સફળતા મળી શકે છે.
તુલા રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. બિઝનેશ કરનારા લોકોને મોટો સોદો મળી શકે છે, જેનાથી તેમને લાંબા ગાળે ફાયદો થશે. જૂના જમાનામાં રોકાણ કરેલા રૂપિયાથી હવે લાભ મળશે.
Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.