Rahu Gochar 2024: રાહુની શુભ દૃષ્ટિ આ 3 રાશિઓને આપશે અપાર સંપત્તિ સાથે સફળતા, 2 ડિસેમ્બર સુધી ચાલશે ગોલ્ડન પીરિયડ

Thu, 05 Sep 2024-2:00 pm,

5 જુલાઈ 2024 ના રોજ રાહુએ શનિના નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. રાહુના શનિના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદના દ્વિતીય ચરણમાં ગોચર કરે છે. અહીં રાહુ 2 ડિસેમ્બર 2024 સુધી બિરાજમાન રહેશે. શનિ અને રાહુ વચ્ચે મિત્રતાનો ભાવ હોય છે. શનિના નક્ષત્રમાંથી રાહુની દ્રષ્ટિ ત્રણ રાશિઓ પર પડે છે જે ખૂબ જ સકારાત્મક છે. આ ત્રણ રાશિઓ માટે 2 ડિસેમ્બર સુધીનો સમય ગોલ્ડન ટાઈમ હશે. 

રાહુના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોને સકારાત્મક પ્રભાવ જોવા મળશે. વિચારમાં સ્પષ્ટતા આવશે અને સ્વભાવમાં સ્થિરતા. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે. વેપારમાં તેજી આવશે. આ સમય દરમિયાન સતત પ્રગતિ થતી રહેશે. 

મિથુન રાશિ માટે પણ રાહુનું શનિના નક્ષત્રમાં ગોચર અનુકૂળ રહેશે. વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફાર આવશે. જે પણ ફિલ્ડમાં કામ કરતા હશો તેમાં સફળતા મળતી રહેશે. રોજગારની નવી તકો સામે આવશે. વેપાર સંબંધિત યાત્રાઓ સફળ રહેશે. લવ રિલેશનશિપમાં પોઝિટિવ સમય. 

કુંભ રાશિના લોકો માટે પણ રાહુનું નક્ષત્ર પરિવર્તન પોઝિટિવ રહે છે. ધન કમાવાની નવી તકો મળશે. આવકના નવા નવા સ્ત્રોતથી બચત વધશે. જીવનમાં સ્થિરતા આવશે. મિત્રોની મદદથી નવું કામ શરૂ થઈ શકે છે. યોજના બનાવીને આગળ વધશો તો લાભ મળતો રહેશે. પરિવારમાં વિવાદ હશે તો તે સમાપ્ત થઈ જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link