120 કલાક બાદ રાહુની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવ, સંપત્તિમાં બંપર વધારાના યોગ

Tue, 07 Jan 2025-10:49 am,

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહ કોઈ પણ રાશિ અને નક્ષત્રમાં નિશ્ચિત સમય માટે બિરાજમાન રહે છે. નવગ્રહોમાં રાહુ અને કેતની ગણતરી પાપી ગ્રહો, રહસ્યમયી ગ્રહો તરીકે થતી હોય છે. રાહુ જલદી નક્ષત્ર પરિવર્તન કરશે જેનાથી 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડી શકે છે. શનિના નક્ષત્રમાં રાહુ પ્રવેશ કરશે. લકી રાશિઓ કઈ છે તે ખાસ જાણો.   

વૃષભ રાશિના લોકો માટે રાહુનું નક્ષત્ર પરિવર્તન ઉત્તમ ફળદાયી રહેશે. શનિનું ઉત્તરાભાદ્રમાં ગોચર કરવાથી તમારો ભાગ્યોદય થશે. બેરોજગારોને નોકરીની તકો ઊભી થશે. આવકમાં વધારો થઈ શકે છે. ભાગીદારીવાળો વેપાર ઉત્તમ રહેશે. જૂના રોકાણથી ફાયદો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. નોકરીની શોધ પૂરી થશે અને આવક વધારાની તકો મળશે. વેપાર શરૂ કરવાનો વિચાર આવી શકે છે. ઉતાવળમાં કોઈ ખોટું પગલું ન ભરતા.   

સિંહ રાશિવાળા માટે પણ રાહુ ગ્રહનું ઉત્તરાભાદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરવાનું લાભકારી રહેશે. માનસિક શાંતિ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. કરિયરમાં નવી દિશા સાથે આગળ વધવા માટે મનમાં અલગ ઉત્સાહ રહેશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારીઓને વેપારમાં લાભ થઈ શકે છે. મન પ્રસન્ન રહેશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે.   

રાહુના નક્ષત્ર પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને સફળતા મળી શકે છે. ધન વૃદ્ધિ સાથે સમાજમાં માન સન્માન વધી શકે છે. વધુ વિચાર કરવાથી બચો. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારી સમજૂતિઓાં પ્રગતિ થવાની તકો મળશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link