દૈત્યોના ગુરુ સાથે યુતિ થતા જ છાયા ગ્રહ કરશે કમાલ! 3 રાશિવાળા પર થશે પૈસાનો વરસાદ! નોકરીમાં પ્રમોશન-પગાર વધારાના પ્રબળ યોગ
વૈદિક પંચાંગ મુજબ શુક્ર જાન્યુઆરી મહિનાના અંતમાં 28 જાન્યુઆરી 2025ના રોજ સવારે 7.12 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ બિરાજમાન રાહુ સાથે તેની યુતિ થશે. રાહુ અને શુક્રની યુતિ કેટલીક રાશિના જાતકો માટે ભાગ્યશાળી નીવડી શકે છે. શુક્રની રાહુ સાથે યુતિ થવાથી રાહુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. કારણ કે રાહુને દૈત્યોના ગુરુ શુક્રનો શિષ્ય માનવામાં આવે છે. આ સાથે જ રાહુ અને શુક્ર મળીને શુભ પરિણામ આપે છે.
કર્ક રાશિમાં રાહુ અને શુક્રની યુતિ દસમા ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ મળવાના આસાર છે. તમે કામમાં પરફેક્ટ રહી શકો છો. આ સાથે જ કાર્યક્ષેત્રમાં અપાર સફળતાના પણ યોગ છે. તમને તમારી મહેનત અને લગનનું ફળ મળી શકે છે. નવા વર્ષમાં તમે પડદા પાછળ નહીં પરંતુ પડદાની આગળ રહીને કામ કરવાનું પસંદ કરશો. જીવનમાં અનેક ખુશીઓની દસ્તક થઈ શકે છે. આ સાથે જ વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. માતા પિતા સાથે સારા સંબંધ રહેશે. તમનો સંપૂર્ણ સહયોગ મળશે. જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે.
તુલા રાશિના જાતકો માટે પણ નવું વર્ષ ખુબ સારું રહી શકે છે. આ રાશિમાં રાહુ અને શુક્રની યુતિ સાતમા ભાવમાં થઈ રહી છે. આ ભાવને ખુબ શુભ માનવામાં આવે છે. આ ભાવમાં શુક્ર હોવાથી દાંપત્ય જીવનમાં ખુશીઓ રહે છે. જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. વિવાહ માટે અનેક પ્રસ્તાવ આવી શકે છે. લગ્ન બંધનમાં પણ બંધાઈ શકો છો. પ્રેમ વિવાહના યોગ છે. સંતાન તરફથી ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. નોકરીની વાત કરીએ તો પ્રગતિની સાથે જ પગાર વધારો પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ નવું વર્ષ 2025 ખુબ સારું રહેશે. જીવનમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે. આ રાશિમાં છઠ્ઠા ભાવમાં રાહુ અને શુક્રની યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને શત્રુઓથી છૂટકારો મળી શકે છે. આકસ્મિક ધનલાભના યોગ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરી અને વેપારમાં પણ ખુબ લાભ થઈ શકે છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને ખુબ લાભ થઈ શકે છે. નિર્ણય લેવાની ક્ષમતામાં ઝડપથી વધારો થશે. જેનાથી તમે ભવિષ્ય માટે કઈક સારું વિચારી શકો છો. લવ લાઈફ સારી રહેશે. વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.