Train Accident Films: આ ફિલ્મોમાં બતાવવામાં આવ્યા છે ટ્રેન એક્સિડેન્ટ, તમે જોઇ કે નહી
ધ બર્નિંગ ટ્રેન ફિલ્મમાં વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, હેમા માલિની, જીતેન્દ્ર, પરવીન બાબી અને ડેની જેવા ઘણા કલાકારોએ કામ કર્યું છે. ધ બર્નિંગ ટ્રેનની કહાનીમાં, એક ચાલતી ટ્રેનમાં આગ લાગે છે, જેની બ્રેક પણ ફેલ થઈ જાય છે. હજારો લોકોના જીવ બચાવવા માટે ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે.
Disaster On the Coastliner એક અમેરિકન ટેલિવિઝન એક્શન ડ્રામા ફિલ્મ છે જે વર્ષ 1979માં આવી હતી. આ ફિલ્મની વાર્તા બે પેસેન્જર ટ્રેન વચ્ચેની ટક્કર પર આધારિત છે.
Unstoppable: આ ફિલ્મ રિયલ લાઇફ બેસ્ડ અકસ્માત પર આધારિત છે. 2010ની અમેરિકન ડિઝાસ્ટર એક્શન થ્રિલર ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ ટોની સ્કોટ અને ડેન્ઝેલ વોશિંગ્ટન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ વાસ્તવિક જીવન CSX 8888 ની ઘટના પર આધારિત છે જે એક દોડતી માલગાડીની કહાની છે જેને બે લોકો રોકવાનો પ્રયાસ કરે છે.
Runaway Train વર્ષ 1985માં રિલીઝ થઈ હતી. અમેરિકન એક્શન થ્રિલર ફિલ્મ એ ત્રણ લોકોની વાર્તા છે જે ભાગતી ટ્રેનમાં ફસાઈ જાય છે અને તે ટ્રેન અલાસ્કાના બરફમાં સતત દોડતી રહે છે. આ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ પણ કરવામાં આવી છે.
D-Railed આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ એક થ્રિલર અને હોરર ફિલ્મ છે. ફિલ્મમાં ટ્રેન અકસ્માત બાદ ટ્રેન નદીમાં પડી જાય છે અને લોકો ડૂબતી ટ્રેનમાં ફસાઈ જાય છે. પરંતુ વાર્તાનો ટ્વિસ્ટ પાણીના ઊંડાણમાં છુપાયેલો છે.