Shilpa Shetty પર પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે Raj Kundra, આપી છે આ પાંચ અમૂલ્ય ગિફ્ટ
શિલ્પા શેટ્ટીને (Shilpa Shetty) એનિવર્સરી પર રાજે ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી હતી. રાજે શિલ્પાને દુબઈના બુર્જ ખલીફામાં એક એપાર્ટમેન્ટ આપ્યું હતું. ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ શિલ્પાએ આ એપાર્ટમેન્ટ વેચી દીધું હતું.
રાજ કુન્દ્રાએ (Raj Kundra) પત્ની શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) માટે બીજી મોંઘી પ્રોપર્ટી ખરીદી હતી. તેણે યુકેમાં 'રાજ મહેલ' નામનો એક લક્ઝુરિયસ 7 બેડરૂમ વિલા ખરીદ્યો હતો.
શિલ્પા શેટ્ટીનું (Shilpa Shetty) એક સ્વપ્ન હતું, જે રાજે પૂર્ણ કર્યું. તે મુંબઈમાં સી-ફેસિંગ વિલા ઇચ્છતી હતી અને પતિ રાજ કુન્દ્રાએ (Raj Kundra) તેની ઇચ્છા પૂરી કરી. બંનેના પરિવારજનો પોતાનો મોટાભાગનો સમય આ મકાનમાં વિતાવે છે. તેમના સી-ફેસિંગ વિલાનું નામ છે ‘Kinara’.
એટલું જ નહીં, રાજ કુન્દ્રાએ (Raj Kundra) શિલ્પા શેટ્ટીને (Shilpa Shetty) એક મોંઘી કાર પણ ગિફ્ટ કરી છે. આમાં BMW Z4 નો પણ સમાવેશ છે. ગત વર્ષે આ ગાડીને તેણે પોતાની મોંઘી કારની લિસ્ટમાં શામેલ કરી છે. આ મોંઘી કારોમાંથી એક Lamborghini પણ છે.
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ઘણીવાર તેની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી હોય છે. આ રિંગ શિલ્પા શેટ્ટીને કોઈ બીજાએ નહીં પરતુ તેના પતિ રાજ કુન્દ્રાએ (Raj Kundra) પહેરાવી હતી. 20 કેરેટની રિંગની કિંમત લગભગ ત્રણ કરોડની આસપાસ છે.