અજમેરમાં ઇબાદત અને મંદિરમાં ફુલ ચઢાવી રાહુલ ગાંધીએ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ
રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીને લઇને યોજાવનાર મતદાનથી પહેલા પ્રદેશમાં રાજકારણ તેના શિખર પર છે. આ કજીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સોમવારથી તેમની ચૂંટણી સભાઓનો પ્રારંભ કર્યો હતો.
જોકે, ચૂંટણી સભાના પ્રાંરભ પહેલા તેઓ સોમવાર વહેલી સવારે અજમેર પહોંચ્યાં હતા. જ્યાં તેમણે દરગાહમાં પાર્ટીની જીત માટે દુવા કરી હતી.
તમને જણાવી દઇએ કે, તે દરમિયાન રાહુલ ગાંધીની સાથે પીસીસી ચીફ સચિન પાયલોટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત પણ હાજર રહ્યાં છે.
ત્યારબાદ તેમણે પુષ્કરમાં પુષ્કર સરોવર પર પૂજા અર્ચના કરી હતી. આ પૂજા અર્ચના પંડિત નંદલાલે કરાવી હતી.
તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ ગાંધી પરિવારના ઘણા સદસ્યો આ ઘાટની પૂજા કરી ચૂંક્યા છે પરંતુ આ પહેલીવાર છે કે જ્યારે રાહુલ ગાંધીએ અહીંયા પૂજા અર્ચના કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાહુલ સોમવારે જોધપુર, જાલૌર અને પોકરણમાં ચૂંટણી સભા કરશે.