મોજીલો રાજકોટિયન : 73 દિવસ થાક્યા વગર 8165 કિલોમીટરનો બાઇક પ્રવાસ કર્યો
મૂળ ગોંડલનાં અને હાલ રાજકોટમાં સ્થાયી થયેલા ફખરી નસિમબેન ત્રિવેદીએ આ યાદગાર ટુર કરી હતી. 10 ડિસેમ્બરનાં રાજકોટથી પોતાની બાઇક પર સફર શરૂ કરી હતી. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડું અને ભારતનો છેડો ગણાતા કન્યાકુમારી સુધીનો પ્રવાસ ખેડ્યો હતો.
73 દિવસની આ રોમાંચક સફરમાં તેણે 6 રાજ્યોનાં સ્થાનિક લોકોની મુલાકાત લીધી હતી. 8165 કિલોમીટર સુધીનો પ્રવાસ ખેડીને કન્યાકુમારી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત રાજકોટ પણ બાઇકમાં જ ફર્યો હતો. જુદા જુદા રાજ્યોનાં લોકોને મળતા ઠેર-ઠેર માનવતાનાં સુખદ અનુભવો થયા હોવાનું તેણે ઝી 24 કલાકને જણાવ્યું. આ બાઇક સફર માટે પરિવારમાંથી માતા-પિતાનાં આશિર્વાદ મળ્યા હતા.
ફખરી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ સફર રોમાંચિત રહી હતી. પરંતુ હવે નોર્થ ઇસ્ટની સફર બાઇક પર કરવાની ઇચ્છા છે. આ 73 દિવસની સફરમાં કન્યા કુમારી ફિસ માર્કેટ, કોંચિની ચાઇનિઝ ફિસિંગ નેટ, મુંબઇની ધારાવીની કુંભારવાડા અને મુંબઇનો ધોબી ઘાટની મુલાકાત લીધી હતી. સાથે જ ત્યાંનાં લોકોની રહેણીકરણી જોઇને અભુતપૂર્વ આનંદ થયો હતો.