માત્ર 10 ચોપડી ભણેલા ગુજરાતના ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ 7 ઈન્ડસ્ટ્રી ઉભી કરી, સંઘર્ષ જ એમનો શોખ છે

Fri, 25 Sep 2020-9:05 am,

રમેશભાઇ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964 ના રોજ થયો હતો. રમેશભાઇ પોતાના દિવસની શરૂઆત સવારના 5.30 વાગ્યાથી કરે છે. સવારના સમયે 5.30 વાગ્યે જાગી અને યોગ પ્રાણાયમ કરી બાદમાં પૂજા અર્ચના બાદ તેઓ પોતાના ઓફિસ કામની શરૂઆત કરે છે. આ સાથે તેઓ અઠવાડીયામાં એક વખત પોતાના કુળદેવી અને લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન ખોડિયાર માતાજીના દર્શન કરવા કાગવડ અચૂક જાય છે. હાલમાં તેઓ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયા છે.  તેમના પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે, જે પૈકી પુત્રીના લગ્ન થઇ ચૂક્યા છે જ્યારે પુત્રના લગ્ન બાકી છે.

10 ધોરણ પાસ રમેશભાઇ ટીલાળાની વાત કરીએ તો તેઓ પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા તેઓને ઉદ્યોગ સ્થાપવા વિચાર આવ્યો હતો. આ વિચારની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેકસટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવે છે. ટેક્સટાઈલ, ફૂડ, કાસ્ટિંગ, પ્લાસ્ટિક, ફોરજિંગ સહિત 7 ઇન્ડસ્ટ્રી મળી કુલ 1500 જેટલા કર્મચારીઓને રમેશભાઇ રોજી રોટી પુરી પાડે છે. રમેશભાઈનું માનવું છે કે, સાહસ કર્યા વગર સફળતા નથી મળતી. માટે તેઓ દરેક ક્ષેત્રમાં સાહસ કરી રહ્યા છે અને સફળતા મેળવી રહ્યા છે. તો બીજી તરફ મંદીના માહોલની વાત કરતા જણાવ્યું કે, મહેનત કરે તેને મંદી ક્યારે પણ નડતી નથી. મારો સંઘર્ષ જ મારો શોખ છે. આ રીતે ન તો હું સંઘર્ષથી દૂર રહી શકું છું, ન તો મારા શોખથી દૂર રહી શકુ છું.

રમેશભાઇનું સ્વપ્ન હતું કે, તેઓન એરોસ્પેસ અને ડિફેન્સમાં કામ કરવું છે. જેમાં પણ તેમને સફળતા મળી છે. તેઓ આજે એરબસ અને બોઇંગમાં એરોનેટિક પાટર્સ સપ્લાય કરી રહ્યા છે. અને હવે આગળ તેઓ ફાર્માસ્ટ્રીકલ કંપની બનાવવા વિચાર કરી રહ્યા છે. રમેશભાઇ ઉદ્યોગપતિની સાથે સાથે સારા બિલ્ડર પણ છે અને સામાજિક ક્ષેત્રે સારું નામના ધરાવે છે. રાજકોટના ટોપ 5 બિલ્ડર પૈકી એક નામ રમેશભાઇ ટીલાળાનું છે અને સાથે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાળ બાલાશ્રમ, એ.પી.પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે.

શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રી વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ હતી. પરંતુ રમેશભાઇ ચેરમેન બન્યા બાદ આજે તેઓ આ વિસ્તારને આગળ વધારવા ખૂબ મહેનત કરી રહ્યા છે. જેમાં તેમને વિસ્તારના તમામ લોકો અને ઉદ્યોગપતિનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે. તેઓ હજુ પણ આ વિસ્તારને ખૂબ આગળ લઇ જવા મહેનત અને વિચાર કરી રહ્યા છે. માટે સરકાર પાસે અવારનવાર જરૂરિયાત મુજબ રજુઆત અને માંગણી કરી રહ્યા છે. શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રી વિસ્તારમાં નાના મોટા 3000 થી વધુ ઉદ્યોગ એકમો આવેલા છે અને 1.50 લાખ થી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારને નગરપાલિકામાં સમાવેશ કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત આ વિસ્તારમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીસ અને વસ્તી છે. ત્યારે રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ સહિત મહત્વની ફાયર સ્ટેશન કે હોસ્પિટલની સારી સુવિધા આ વિસ્તારમાં આવે માટે તેની પણ માંગ ચેરમેન રમેશભાઇ દ્વારા કરવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link