Rakhi Sawant Photos: બોયફ્રેન્ડ આદિલની સાથે ઈવેન્ટમાં પહોંચી રાખી સાવંત, સામે આવી તસવીરો

Sun, 13 Nov 2022-11:29 pm,

રાખી સાવંત અને આદિલ દુર્રાની જ્યારે પણ સાથે જોવા મળે છે તો બંનેની ચર્ચા શરૂ થઈ જાય છે અને કપલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. રાખી સાવંત અને આદિલની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.   

સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે રાખી આ દરમિયાન ખુબ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી હતી. રાખીએ બ્લેક બ્રાલેટ અને બ્લેક મિની સ્કર્ટ પહેર્યું હતું, જેમાં તે બોલ્ડ જોવા મળી રહી હતી. 

અભિનેત્રીએ પોતાના આ લુકને સિલ્વર સ્ટોન જ્વેલરીની સાથે પૂરો કર્યો. આ સાથે રાખીએ પોતાના લાંબાવાળને કર્લ્સ આપીને ખુલ્લા રાખ્યા હતા. સાથે ન્યૂડ મેકઅપ અને સિલ્વર હાઈ હીલ્સની સાથે પોતાના લુકને ટીપ અપ કર્યો હતો.   

નોંધનીય છે કે રાખી અને આદિલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ફેન્સને આ જોડી પણ પસંદ છે. રાખી અને આદિલ બંને એકબીજા સાથેના વીડિયો ફેન્સ સાથે શેર કરતા રહે છે. 

આ સાથે રાખી અને આદિલ એક બીજા સાથે હોટ ફોટોશૂટ પણ કરાવે છે જેમાં તેની કેમેસ્ટ્રી છવાઈ જાય છે. રાખીના ફેન્સ બંનેની તસવીરો જોવા માટે હંમેશા આતૂર હોય છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link