અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણના ફોટા થયા વાયરલ, લેટેસ્ટ તસવીરોમાં જુઓ કેટલું થયું તૈયાર
ઓક્ટોબર 2023 સુધીમાં, પ્રથમ માળનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે અને જાન્યુઆરી 2024માં મકરસંક્રાંતિ પછી કોઈપણ શુભ સમયે ભગવાન રામલલાને કાયમી મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યમાં છતનું કાસ્ટિંગ કામ ચાલી રહ્યું છે.
ભગવાન રામલલાના સ્થાયી મંદિરમાં બેસીને દરરોજ લાખો ભક્તો ભગવાન રામ લલાની પૂજા કરશે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર સુધી પહોંચવા માટે 3 માર્ગો બનાવ્યા છે.
ભક્તો રામ પથ, જન્મભૂમિ પથ, ભક્તિપથ આ 3 માર્ગોમાંથી પસાર થઈને રામલલાના મંદિરે પહોંચશે. ભગવાન રામલલાનું મંદિર એટલું અદ્ભુત અને સુંદર બનાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ મંદિર તૈયાર થશે, ત્યારે તે તમામ રામ ભક્તોના હૃદયને મોહી લેશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સમયાંતરે રામ મંદિર નિર્માણ કાર્યની તસવીર જાહેર કરતું રહે છે.
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બંસી પહાડપુરના પથ્થરોથી રામલલા મંદિર બનાવવામાં આવી રહ્યું છે.
બંસી પહાડપુરનો પથ્થર જોવામાં ખૂબ જ મજબૂત અને સુંદર માનવામાં આવે છે. આ પથ્થર આછા ગુલાબી રંગનો છે.
ભગવાન રામલલાનું મંદિર એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે રામનવમીના દિવસે બપોરે સૂર્યના કિરણો ભગવાન રામલલાના મસ્તકને પ્રકાશિત કરશે, જેના માટે નિષ્ણાતોની ટીમ પણ નિયુક્ત કરવામાં આવી છે.
સાથે જ આ મંદિરને એટલું મજબૂત બનાવવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં ક્યારેય પણ કોઇપણ પ્રકારનો ભૂકંપ આવે છે તો મંદિરને કોઇ નુકસાન પહોંચતું નથી.