MP Orchha: દેશનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન રામ રાજા તરીકે પૂજાય છે, ચાલે છે માત્ર તેમની મરજી

Wed, 17 Apr 2024-10:59 am,

મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લા સ્થિત ઓરછા નગરીનો પ્રભુ શ્રીરામ સાથે ઊંડો નાતો છે. દેશભરમાં ફક્ત અહીં ભગવાન રામનું મંદિર છે, જ્યાં તેમને ભગવાન રામ નહીં પરંતુ રાજા તરીકે પૂજવામાં આવે છે. 

ઓરછા નગરી ફક્ત પોતાના ઈતિહાસને લીધે જ નહીં પરંતુ સુંદરતા માટે પણ જાણીતી છે. રાજા રામની  પૂજા કરવા માટે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ઓર્છા રાજા રામ મંદિર દેશભરના લોકપ્રિય મંદિરોમાથી એક છે. એવું માનવામાં આવે છે કે રાજા મધુકરને સપનામાં ભગવાન રામે દર્શન આપીને પોતાનું એક મંદિર બનાવવાનું કહ્યું હતું. ત્યારબાદ રાજાએ પ્રભુ રામના જન્મસ્થળ અયોધ્યાથી તેમની મૂર્તિ મંગાવી અને તેને મંદિર બને ત્યાં સુધી મહેલમાં મૂકાવી. બાદમાં ભગવાન રામે પોતાની મૂર્તિને મહેલથી ન હટાવવાનો નિર્દેશ આપ્યો અને આ રીતે રાજાનો મહેલ જ ભગવાન રામનું મંદિર બની ગયું. 

ઓરછા વિશે વધુ એક કહાની છે. લોકો કહે છે કે એકવાર ઓરછાના રાજા મધુકરે પત્ની ગણેશકુંવરીને વૃંદાવન આવવા માટે કહ્યું હતું. પરંતુ રાણીએ ના પાડી દીધી. રાણી હંમેશા ભગવાન રામમાં લીન રહેતી હતી. 

ઓર્છા સ્થિત રામ મંદિર દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન રામની રાજા તરીકે પૂજા થાય છે. તેની પાછળ પણ એક કહાની છે. એવુંકહેવાય છે કે જ્યારે રાજા મધુકરની રાણીએ વૃંદાવન આવવાની ના પાડી દીધી તો રાજાએ રાણીને કહ્યું હતું કે રામને ઓરછા લાવીને બતાવો. ત્યારબાદ રાણીએ અયોધ્યાના સરયુ તટે તપસ્યા શરૂ કરી. લાંબા સમય બાદ તેમને ભગવાન રામના દર્શન થયા અને તેમણે રામજીને ઓરછા આવવા માટે કહ્યું. ત્યારે રામે શરત મૂકી કે તેઓ ઓરછા ત્યારે જ આવશે જ્યારે સત્તા અને રાજાશાહી હશે. ત્યારબાદ રાજા મધુકરે રામરાજની સ્થાપના કરી. 

ઓરછા ખુબ જ સુંદર નગરી છે. જે નિવાડી જિલ્લામાં છે. જો તમે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ  ખજૂરાહો છે. તે ઓરછાથી 163 કિમી છે. જો ટ્રેનથી આવવું હોય તો ઝાંસી નજીકનું સ્ટેશન છે. ગ્વાલિયર અને ભોપાલથી બસ પણ મળશે. 

ઓરછામાં રાજા રામ મંદિર જ નહીં પરંતુ લક્ષ્મી નારાયણ મંદિર, કંચન ઘાટ, જહાંગીર મહેલ, ઓરછા મહેલ, વગેરે પણ ફરવા માટે સારા સ્થળો છે. જે તમારું મન મોહી લેશે. 

આખું વર્ષ આ મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. તમે પણ મધ્ય પ્રદેશની આ અયોધ્યાની મુલાકાતે જઈ શકો છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link