આ સ્ટાર્સે ફિલ્મોમાં એક-બે નહિ, પણ બધા જ કપડા ઉતાર્યા હતા... એક સમયે શાહરૂખ ખાન પણ થયા હતા ‘નગ્ન’
બોલિવુડ કિંગ કહેવાતા શાહરૂખ ખાને પણ પોતાની ફિલ્મ માટે ન્યૂડ થવાની જરૂર પડી હતી. આ તેમના કરિયરના શરૂઆતના દિવસો હતો. ફિલ્મ માયા મેમસાબમાં શાહરૂખ ખાને ન્યૂડ સીન આપ્યો હતો.
રાધિકા આપ્ટે બોલિવુડની બોલ્ડ એક્ટ્રેસ છે. ફિલ્મ પાર્ચ્ડમાં રાધિકા આપ્ટેના અભિનયને બહુ જ વખાણવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફિલ્મમાં એક બોલ્ડ સીન દરમિયાન તેઓએ પોતાના તમામ કપડા ઉતારી દીધા હતા. રાધિકાએ આ ફિલ્મમાં સારી એવી પબ્લિસિટી મેળવી હતી.
આમિર ખાન તો બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાય છે. દંગલમાં વજન વધારવાથી લઈને પીકે ફિલ્મમાં બધા કપડા ઉતારવા સુધી આમિર ખાને પોતાના તમામ પાત્રને 100 ટકા ન્યાય આપ્યો છે. વર્ષમાં જ્યારે પણ એકવાર આમિર ખાનની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે તે બ્લોકબસ્ટર સાબિત થાય છે. ક્રિસમસ પર આ વર્ષે તેમની ફિલ્મ લાલ સિંહ ચડ્ડા રિલીઝ થવાની છે.
રણબીર કપૂરે ફિલ્મ સાંવરિયાથી બોલિવુડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ પ્રશંસા મળી ન હતી. પરંતુ રણબીરનો ન્યૂડ સીન જરૂર ચર્ચામાં આવ્યો હતો. સાંવરિયા ઉપરાંત ફિલ્મ સંજુ માટે પણ રણબીરે ન્યૂડ સીન આપ્યો હતો. સંજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.
જ્હોન અબ્રાહમ બોલિવુડના બેસ્ટ એક્ટરમાંથી એક છે. મોડેલિંગથી તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓએ ફિલ્મ ન્યૂયોર્ક માટે પોતાના તમામ કપડા ઉતાર્યા હતા. જેલમાં એક સીન દરિમયાન તમે તેઓને ન્યૂડ જોઈ શકો છો.
ન્યૂટન અને સ્ત્રી જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂકેલ રાજકુમાર રાવ બોલિવુડના બેસ્ટ એક્ટર છે. તેમની નેચરલ એક્ટિંગના સૌ કોઈ વખાણ કરે છે. ફિલ્મ શાહીદમાં તેમના પાત્રને બહુ વખાણાય છે. શાહિદ ફિલ્મમાં એક સીન દરમિયાન તેઓ ન્યૂડ નજર આવે છે.
સાહો એક્ટર નીલ નીતિન મુકેશે બોલિવુડમાં બહુ જ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેઓ પોતાના અભિનયને લઈને હંમેશા ચર્ચમાં રહે છે. ફિલ્મ જેલ માટે નીલ નીતિન મુકેશે એક સીનમાં પોતાના બધા કપડા ઉતાર્યા હતા.