Photos: દાદી બન્યા બાદ ખુબ ખુશ જોવા મળ્યાં નીતૂ કપૂર, સામે આવી તસવીરો
લેટેસ્ટ ફોટોમાં નીતૂ કપૂર બ્લૂ કલરના હોફ શિમરી સૂટમાં જોવા મળ્યા. આ ફોટોમાં તેમના ચહેરા પર દાદી બનવાની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. નીતૂ કપૂરે હોસ્પિટલ પહોંચીને આલિયા અને પૌત્રી સાથે મુલાકાત કરી હતી.
તસવીરોમાં નીતૂ કપૂર હોસ્પિટલ થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. તેમણે આ ખુશીના અવસર પર બાંદ્રા સ્થિત ઘરની બહાર પોઝ આપ્યા હતા.
નીતૂ કપૂર જ્યારે પોતાના ઘર પર પહોંચ્યા તો પેપરાજીએ અભિનેત્રીને દાદી બનવા પર શુભેચ્છા આપી. નીતૂ કપૂરે આભાર વ્યક્ત કરતા બે હાથ જોડી તેનું અભિવાદન કર્યું હતું.
આ ખુશીના અવસરે નીતૂ કપૂર પેપરાજીની સામે એક બાદ એક પોઝ આપતા જોવા મળ્યા હતા. બધી તસવીરોમાં નીતૂ કપૂરના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
તો આલિયા પણ સતત સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ તસવીરોમાં આલિયાના ચહેરા પર પ્રેગનેન્સી ગ્લો સ્પષ્ટ જોવા મળ્યો હતો. તો રણબીર પણ આલિયાનું પ્રેગનેન્સી દરમિયાન ધ્યાન રાખતો જોવા મળ્યો હતો.