December 2023: રણબીર કપૂરની એનિમલથી લઈ શાહરુખ ખાન ડંકી સુધી આ 5 ફિલ્મો ડિસેમ્બરમાં થશે રિલીઝ

Sun, 26 Nov 2023-10:47 am,

ડિસેમ્બરની શરુઆત વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાથે થશે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને અનિલ કપૂર અભિનીત આ ફિલ્મે તેના ટ્રેલરથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા છે.  રણબીર કપૂરની આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે.

જનરલ સેમ માણેકશાની બાયોપિક પણ 1 ડિસેમ્બરે રિલીઝ થશે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિકી કૌશલ, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા જોવા મળશે. 

ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત મનોજ બાજપેયીની સર્વાઇવલ ડ્રામા ફિલ્મ જોરમ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા બની છે. આ ફિલ્મ દર્શકોને ઈમોશનલ કરી દેશે. આ ફિલ્મ 8 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે.

વર્ષનો અંત શાહરૂખ ખાનની શાનદાર ફિલ્મ ડંકી સાથે થશે. આ એક રસપ્રદ વિષય પર આધારિત ફિલ્મ છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ છે. આ ફિલ્મ 22મી ડિસેમ્બરે રિલીઝ થશે.

પ્રભાસની આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે આતુરતા છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મ સાલાર 22 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link