આ 3 રાશિના જાતકો ગુસ્સામાં બગાડે છે પોતાનું કામ, પોતાના જ પગ પર મારે છે કુહાડી
જ્યોતિષમાં દરેક રાશિ દરેક રાશિ કોઈ તત્વ અને ગ્રહથી સંબંધ ધરાવે છે. દરેક રાશિનો પોતાનો સ્વભાવ અને વ્યક્તિત્વ હોય છે. તેવામાં આજે અમે તમને એવી રાશિઓ વિશે જણાવીશું, જેને ખુબ ગુસ્સો આવે છે. ગુસ્સામાં આ લોકો પોતાનું કામ ખરાબ કરતા હોય છે. આવો તે રાશિઓ વિશે જાણીએ...
મિથુન રાશિનો સ્વામી બુધ હોય છે. મિથુન રાશિના જાતકો તાર્કિક અને બુદ્ધિમાન તો હોય છે, પરંતુ ઘણીવાર ગુસ્સાને કાબુમાં રાખવામાં અસમર્થ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ તેમની દલીલોનો જવાબ આપે છે, તો તેઓ નારાજ થઈ શકે છે અને કંઈક એવું કરી શકે છે જેનો તેમને પાછળથી પસ્તાવો થાય. એકવાર તે મગજ ગુમાવે તો ગમે તેને સંભળાવી દેતા હોય છે. તેની આ ટેવ ક્યારેક નજીકના લોકોને દૂર કરી દેતી હોય છે. ગુસ્સામાં કાબુ રાખવા માટે મિથુન રાશિના જાતકોએ વધુ બોલવાથી બચવું જોઈએ, મૌન રહેવું તેની ઘણી સમસ્યાનું સમાધાન હોઈ શકે છે.
ગ્રહોના રાજા સૂર્યની રાશિ સિંહના જાતકો પણ ગુસ્સાવાળા માનવામાં આવે છે. આ રાશિના જાતકો હંમેશા ટોંચ પર રહેવા ઈચ્છે છે અને તેને કોઈની હેઠળ કામ કરવાનું પસંદ આવતું નથી. જો તે ગુસ્સામાં આવી જાય તો માતા-પિતા, બોસ સાથે બબાલ કરી લેતા હોય છે. પરંતુ કારણ વગર તેને ગુસ્સો આવતો નથી. તેનો સ્વભાવ એવો હોય છે કે તે હંમેશા બીજા પર હાવી રહેવાનો પ્રયાસ કરે છે. તેનો આ ગુણ બીજા લોકોને ઘણીવાર તેનાથી દૂર કરી દે છે. જ્યારે સિંહ રાશિના જાતકો પર ગુસ્સો હાવી હોય છે તો તે ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે. ગુસ્સો શાંત થયા બાદ તેને અહેસાસ થાય છે કે પોતાના પગ પર કુહાડી મારી દીધી છે. ગુસ્સા પર કાબુ રાખવા માટે સિંહ રાશિના જાતકોએ સૂર્ય ગ્રહની ઉપાસના કરવી જોઈે અને યોગ ધ્યાન કરવું જોઈએ. ધ્યાન તેને શાંત રાખવામાં મદદ કરે છે.
મંગળ જેનો સ્વામી છે તે વૃશ્ચિક રાશિના જાતકો સામાન્ય રીતે શાંત હોય છે પરંતુ ગુસ્સો આવવા પર તે ખતરનાક બની શકે છે. તે ગુસ્સામાં ન માત્ર બીજાનું કામ પરંતુ પોતાનું કામ પણ બગાડી શકે છે. તેના મનમાં અસુરક્ષાની ભાવના જોવા મળે છે અને જ્યારે તેને કોઈ ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે તો તે જલ્દી ગુસ્સામાં આવી જાય છે. ઘણીવાર ભાવનાઓમાં આવીને પણ તે આ કામ કરે છે, જેને લઈને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ગુસ્સા અને ભાવનાઓ પર નિયંત્રણ રાખવા માટે આ રાશિના જાતકોએ ખોટી સંગતમાં પડવાથી બચવું જોઈએ. ધ્યાન આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.