ઘરની વસ્તુઓને કોતરી ખાતા ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે... એવા જબરદસ્ત છે આ ઘરગથ્થુ નુસખા
તમને જાણીને નવાઈ લાગશે કે ડુંગળીની ગંધ ઉંદર સહન કરી શકતા નથી. જે જગ્યાએ ડુંગળી રાખેલી હોય ત્યાં ઉંદર ક્યારેય નહીં આવે. તો બસ તમારે ઉંદરને ઘરથી દૂર રાખવા હોય તો ડુંગળીને કાપીને એવી જગ્યાએ રાખી દો જેથી ઉંદર ઘરમાં ઘૂસતા હોય. ડુંગળી રાખ્યા પછી ઉંદર ગાયબ થઈ જશે.
ફુદીનાની સુગંધ પણ ઉંદરને પરેશાન કરે છે. ઘરમાંથી ઉંદરનું સફાયો કરવો હોય તો ફુદીનાના પાનને ટીસુ પેપરમાં બાંધીને અલગ અલગ જગ્યાએ રાખી દેવા. આ સિવાય ફુદીનાના પાનની પેસ્ટ કરીને તેને ઘરના બારી દરવાજા પર લગાડી દો તેનાથી પણ ઘરમાં ઉંદર નહીં આવે.
તમાલપત્ર પણ ઉંદરનું દુશ્મન છે. તેની તીવ્ર ગંધથી ઉંદર પરેશાન થઈ જાય છે અને જ્યાં તમાલપત્ર હોય ત્યાં ફરકતા પણ નથી. જો તમે ઉંદરના ત્રાસથી પરેશાન થઈ ગયા છો તો જ્યાં પણ ઉંદર દેખાતા હોય તે જગ્યાએ તમાલપત્ર મૂકી દેવા. ઉંદર હંમેશ માટે ઘરમાંથી ભાગી જશે.
ઉંદરને ઘરથી દૂર ભગાડવા માટે ઘુવડની પાંખ પણ ઉપયોગી છે. ઘુવડની પાંખ જોઈને ઉંદર ડરી જાય છે. અને ત્યાર પછી તે જગ્યાએ બીજી વાર ફરકતા પણ નથી.