Valentine`s Day: આ છે ગુજરાતના વીર-ઝારાંની પ્રેમકહાનીઃ સગાઈ બાદ 17 વર્ષે થયું મિલન, વાંચતા વાંચતા આંખો થઈ જશે ભીની...

Sun, 14 Feb 2021-1:27 pm,

દરેક લવસ્ટોરીની જેમ આ કહાનીમાં પણ બે પાત્રો એકબીજાના પ્રેમમાં પડે છે અને જીવનભર એકબીજાના હમસફર બનવાનાં સપનાં સજાવે છે. પણ આ કહાનીમાં કઈક એવો વળાંક આવે છેકે, આ બે પ્રેમીઓ એકબીજાથી દૂર થઈ જાય છે. એક-બે નહીં પુરા 17 વર્ષ સુધી આ બે પ્રેમીઓને સહન કરવી પડે છે વિરહની વ્યથા.

 

જે એકબીજા વગર એક પળ પણ નહોંતા રહી શકતા વર્ષોના વિરહમાં સપડાઈ જાય છે. હંમેશા એકબીજાની સાથે રહેતા બે પ્રેમીઓ એકબીજાથી જોજનો દૂર થઈ જાય છે. પ્રેમીકા અહીં અમદાવાદમાં તો તેનો પ્રેમી સાતસમુંદર પાર...ત્યારે ન તો મોબાઈલ હતો કે ન કોઈપણ પ્રકારનું વીડિયો કોલિંગ...પણ બન્નેનો પ્રેમ મજબૂત હતો. એકબીજા પ્રત્યેનો અપાર પ્રેમ, અખુટ શ્રદ્ધા, લાગણી અને વિશ્વાસને કારણે દૂર રહીને પણ આ પ્રેમીઓ હંમેશા એકબીજાની પાસે રહેતા હતાં. અને આ રીતે એ બંન્નેનો સંબંધ પણ ટકી રહ્યો.

આ કહાની છે અમદવાદના જમાલપુર વિસ્તારમાં રહેતાં તાહેર અને નિસરીનની. માત્ર 18 વર્ષની ઉંમરે તાહેરને દુનિયા ખુંદવાનું ઝનૂન ઉપડ્યું. તે હાથમાં તિરંગો, ખિસ્સામાં માત્ર 65 રૂપિયા, કોઈકે આપેલી સાઈકલ અને વિઝાની વ્યવસ્થા સાથે તાહેર તૂટી-ફૂટી અંગ્રેજી ભાષાના સહારે વિશ્વશાંતિનો ઝંડો લઈને સાઈકલ પર પૃથ્વીની પરિક્રમા માટે નીકળી પડ્યો. 

18 વર્ષની ઉંમરે તાહેર ઘરેથી સાઈકલ લઈને દુનિયા ખુંદવા નીકળ્યો હતો અને જ્યારે તે 35 વર્ષનો થયો ત્યારે ઘરે પરત ફર્યો. 1981થી 1985 સુધી 4 વર્ષમાં ભારત ભ્રમણ કર્યા બાદ તાહેર નિસરીન સાથે સગાઈ કરી અને સાઈકલ લઈને દુનિયાની સફરે નીકળી પડ્યો. બસ પછી તો શું હતું,...કલાકો, દિવસો કે મહિનાઓ જ નહીં પણ વર્ષો સુધીનો ઈંતેજાર...

 

રેખાથી માંડીને સલમાન સુધીના કલાકારોએ બદલ્યા છે નામ, ખબર છે સાચા નામ

આજના ચેટિંગ, સેટિંગ અને ડેટિંગના જમાનામાં કહેવાતા પ્રેમમાં કોઈને 17 મિનિટ પણ કોઈની રાહ જોવાનું પાલવતું નથી. ત્યારે અમારી પ્રેમકહાનીના આ પ્રેમી-પંખિડા કંઈક અલગ માટીથી બનેલાં છે. જેથી તેઓ એકબીજાની 17 વર્ષ સુધી રાહ જોતાં રહ્યાં. એ સમયે ફોનનું ચલણ પણ ખુબ ઓછું હતું. એટલે કયારેક ફોન અને પ્રેમપત્રો દ્વારા બંને પ્રેમીઓ એકબીજાના સંપર્કમાં રહેતાં. 

 

રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે પાનના તાર...જાણો કેમ ખાસ-ઓ-આમ દરેકની પહેલી પસંદ છે પાન

આજે તાહેર મદ્રાસવાસા અને નિસરીનના લગ્નને 3 દાયકા જેટલો સમય થઈ ગયો છે. પોતાના પ્રેમના પ્રતિકરૂપ તેમને એક દિકરો અને દિકરી એમ બે જુડવા બાળકો છે. આ પ્રેમકહાનીના પાત્રો તાહેર અને નિસરીન માટે તો હવે જીવનનો દરેક દિવસ વેલેન્ટાઈન ડે સમાન છે. પ્રેમીઓની આ કહાની જોઈને ફિલ્મનો એક ડાયલોગ યાદ આવી જાય છેકે, અગર કિસી કો દિલસો ચાહો તો પુરી કાયનાત તુમ્હેં ઉસસે મિલાને કી કોશિશમેં લગ જાતી હૈ...

આ પ્રેમકહાનીના હીરો તાહેરનું કહેવું છેકે, હું અને નિસરીન 10 વર્ષના હતા ત્યારથી એકબીજાને ઓળખતાં હતાં. એક જ મહોલ્લામાં રહેતાં હોવાથી ધીરે-ધીરે અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો. દરેક પ્રેમ કહાનીની જેમ અમારી કહાનીમાં પણ ઉતાર ચઢાવ આવ્યાં. હું નસીબદાર છુંકે, મને નિસરીન જેવી જીવનસાથી મળી. જેણે જિંદગીના 17 વર્ષ સુધી મારી રાહ જોઈ. નિસરીનના પ્રેમના સહારે જ મેં સાઈકલ પર દુનિયાના 32 દેશો અને સવા લાખ કિલો મીટરની મુસાફરી કરી.

 

Valentine Special: વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને કરવા માંગો છો ખુશ, તો આપજો આ Gifts

આ પ્રેમકહાનીની હીરોઈન નિસરીનનું કહેવું છેકે, અમારો પ્રેમ દુનિયા કરતા અનોખો છે. તેનો મને આનંદ છે. હું મારા પ્રેમીની રાહમાં વર્ષો સુધી આંખો બિછાવીને બેસી રહી. કારણકે, મને વિશ્વાસ હતોકે, અમારો પ્રેમ સફળ થશે. પ્રેમ વિશે તો મારે તો બસ એટલું જ કહેવું છેકે, પ્રેમએ માત્ર એક આકર્ષણ ન હોવું જોઈએ. પ્રેમએ માત્ર પામવાની વસ્તુ નથી પણ ખરાં અર્થમાં પ્રેમ એટલે ત્યાગ છે. તમે તમારા પ્રિય પાત્ર માટે બીજું બધું જ ત્વજી શકો છો.

 

Valentine's Day 2021: આ દેશમાં અનોખી રીતે ઉજવાય છે પ્રેમનું પર્વ, આવી અજીબોગરીબ છે રીતિ-રીવાજ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link