Jio નો નવો પ્લાન, એક રિચાર્જમાં મળશે દરેક સુવિધા, ડેટા, કોલિંગ અને OTTનો ફાયદો
ટેલીકોમ માર્કેટમાં સૌથી મોટી કંપની છે. તેની ખાસિયત છે કે કંપની ખુબ સસ્તા પ્લાન ઓફર કરે છે. સસ્તા અને બેસ્ટ પ્લાનના નામ પર જિયોના ઘણા પ્લાન્સ આવે છે. આજે અમે તમને જિયોના બેસ્ટ પ્લાન્સ વિશે જાણકારી આપવાના છીએ. જેને કંપનીએ તાજેતરમાં લોન્ચ કર્યો છે અને આ કંપનીનો પોપ્યુલર પ્લાન બની ગયો છે. આ નવો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.
Jio એ પોતાના રિચાર્જ પ્લાનને અલગ-અલગ કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યાં છે. તેમાં દરેક યૂઝર્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વાર્ષિક પ્લાન, ડેટા પેક્સ, નો ડેલી લિમિટ, એન્ટરટેઈનમેન્ટ પ્લાન, 5જી અપગ્રેડ પ્લાન સહિત દરેક પ્લાન તમે તમારી જરૂરીયાત પ્રમાણે પસંદ કરી શકો છો. તેવામાં આ તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.
રિલાયન્સ જિયો પાસે એવા ઘણા પ્લાન્સ છે જેમાં ઓટીટી બેનિફિટ્સ પણ મળે છે. તેમાંથી એક પ્લાન છે જે 1198 રૂપિયાનો આવે છે, તેમાં તમને OTT બેનિફિટ્સ મળે છે, તો આવો તમને આ પ્લાન વિશે જાણકારી આપીએ.
1198 રૂપિયાનો પ્લાન લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં કુલ 168દીબી ડેટા આપવામાં આવે છે. કંપની 2જીબી ડેટા પ્રતિ દિન હિસાબે ફાસ્ટ ઈન્ટરનેટની સુવિધા આપી રહી છે. આ સિવાય પ્લાનમાં Unlimited Voice Calling ની પણ સુવિધા મળે છે. 100 SMS દરરોજ કંપની આપી રહી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે. વાત ઓટીટીની કરીએ તો તેમાં તમને Sony LIV, Zee5, Lionsgate Play, Discovery+, Sun NXT સહિત અન્ય બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે.
આ કારણ છે કે યૂઝર્સ પ્લાનને ખુબ પસંદ કરે છે, કારણ કે એકવાર રિચાર્જ કરાવ્યા બાદ તમને ઘણા બેનિફિટ્સ મળે છે, જે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.