પરેડમાં જોવા મળ્યા અદભૂત Tableau, ગુજરાતની ઝાંખીમાં ધોરડો તો યુપીની ઝાંખીમાં જોવા મળ્યા રામલલ્લા
કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) ની ઝાંખી જોવા મળી.
પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખીમાં રામલલ્લા જોવા મળ્યા. હાલમાં જ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ ગયો.
કર્તવ્ય પથ પર પરેડમાં છત્તીસગઢની પણ આકર્ષક ઝાંખી જોવા મળી.
આ વખતની પરેડમાં મધ્ય પ્રદેશની ઝાંખી પણ કઈક ખાસ હતી.
કર્તવ્ય પથ પર યોજાયેલી આજની પરેડમાં મેઘાલયની પણ ઝાંખી પ્રસ્તુત થઈ હતી.
દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગણાની પણ અદભૂત ઝાંખી જોવા મળી હતી.
રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખી આજે જોવા મળી. ધોરડોનો UNWTO: United Nations World Tourism Organization ના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.
કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખની પણ ઝાંખી જોવા મળી.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝલક દેખાડતી ઝાંખી પણ જોવા મળી.
કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં રાજસ્થાનની પણ ઝાંખી જોવા મળી.