Rishi Kapoor Birthday: ઋષિ કપૂર વિશે તમે કદાચ આ વાતો નહીં જાણતા હોવ, જાણો ઋષિના જીવનની રોચક વાતો

Sun, 04 Sep 2022-10:38 am,

 

ઋષિ કપૂર સૌથી પહેલાં 1970માં આવેલી ફિલ્મ મેરા નામ જોકરમાં સિલ્વર સ્ક્રીન પર દેખાયા હતા. જ્યારે ઋષિ કપૂર 1973માં ફિલ્મ બોબીમાં પ્રથમ વખત લીડ રોલમાં જોવા મળ્યા હતા. બોલિવૂડમાં તેની સફર અહીંથી શરૂ થઈ અને પાંચ દાયકાથી વધુ ચાલી. તેમણે પ્રેમ રોગ, ચાંદની, દામિની, મુલ્ક અને 102 નોટ આઉટ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની છેલ્લી ફિલ્મ ધ બોડી હતી. જે 13 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થઈ હતી.  

 

પંજાબના કપૂર પરિવારમાં 4 સપ્ટેમ્બર 1952માં મુંબઈના ચેમ્બુરમાં ઋષિ કપૂરનો જન્મ થયો હતો.ઋષિ કપૂર જાણીતા અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક રાજ કપૂરના પુત્ર અને અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પૌત્ર હતા. તેમણે કેમ્પિયન સ્કૂલ, મુંબઈ અને મેયો કોલેજ અજમેરમાં ભાઈઓ સાથે શાળાકીય અભ્યાસ કર્યો હતો. તેમના પરિવારમાં તેમના ભાઈઓ રણધીર કપૂર, રાજીવ કપૂર, મામા પ્રેમનાથ, રાજેન્દ્રનાથ અને કાકા શશી કપૂર, શમ્મી કપૂર પણ અભિનેતા રહ્યા છે.  

 

ઋષિ કપૂરે ક્યારેય પોતાના કામ વિશે ફરિયાદ કરી નથી. ઋષિ એવા અભિનેતાઓમાંથી એક હતા જેઓ ઈચ્છે તો હીરોની જ ભૂમિકા ભજવી શકતા હતા. પરંતુ તેમણે હંમેશા ફિલ્મોના પાત્રોને સમજી તેના અનુરૂપ અભિનય કર્યો હતો. જેમાં હીરો, હીરોના મિત્ર કે પછી વિલન જેવા રોલ રહ્યા છે.  અમર અકબર એન્થની, ચાંદની, મેરા નામ જોકર, પ્રેમ રોગ, દામિની, અગ્નિપથ, સ્ટુડન્ટ ઑફ ધ યર, 102 નોટ આઉટ, દો પ્રેમી જેવી ફિલ્મોમાં તેમના અભિનયને કોઈ ભૂલી શકે તેમ નથી.  

 

ઋષિ કપૂરે વર્ષ 1980માં અભિનેત્રિ નીતુસિંહ સાથે લગ્ન કર્યા હતા. ઋષિ કપૂર અને નીતુની 1974માં આવેલી ફિલ્મ ઝેહરીલા ઈન્સાનના સેટ મુલાકાત થઈ હતી. જે બાદ બંને ગાઢ મિત્ર બની ગયા હતા. તે સમયે નીતૂ ઋષિ કપૂરની લવ ગુરુ હતી. પરંતુ સમય જતા બંન્નેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ.  ઋષિ કપૂર અને નીતુ કપૂરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અને આ બંનેની જોડીને ચાહકોએ પણ ખુબ જ પસંદ કરી છે.  

  અભિનેતા ઋષિ કપૂરની મોટાભાગની ફિલ્મો 90ના દાયકામાં આવી હતી. ઋષિ કપૂરે 1973થી 2000 સુધીની કારકિર્દીમાં 94 ફિલ્મો કરી. તે સમયે આ એક રોકોર્ડ બન્યો હતો. ઋષિએ શરૂઆતની ફિલ્મોમાં રોમેન્ટિક પાત્ર ભજવ્યા હતા. જો કે સોલો લીડમાં પણ તેમણે લગભગ 52 ફિલ્મો કરી.

 

અભિનેતા ઋષિ કપૂરે તેમના જીવનમાં 36થી વધુ સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની ફિલ્મ દો દૂની ચારમાં સફળ અભિનેતાની ભૂમિકા બદલ તેમને 2011માં ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો કે આ પહેલા તેમને બોબી ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. 2017માં તેમને સારા સહાયક અભિનેતાની ભૂમિકા બદલ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એટલું જ નહીં પણ ઋષિ કપૂરને લાઈફટાઈમ ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.  

 

અભિનેતા ઋષિ કપૂર કેન્સર જેવા જીવલેણ રોગથી પીડાતા હતા. એટલે કેન્સરની સારવાર માટે તેઓ ન્યૂયોર્ક પણ ગયા હતા. ત્યાં કેન્સરની સફળ સારવાર કરાવ્યા બાદ ભારત પરત ફર્યા હતા. પરંતુ 30 એપ્રિલ 2020ના રોજ કેન્સરના લીધે તેમનું અવસાન થયું હતું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link