પહેલા વરસાદમાં જ બેસી ગયા અમદાવાદના રસ્તા, જુઓ Photosમાં બદહાલીના દ્રશ્યો
અમદાવાદમાં સામાન્ય વરસાદમા દુકાનોમા પાણી ભરાયાના બનાવો બન્યા હતા. ગઈકાલે વિજય કોમ્પલેક્સ, વાસણા એમટીએસ બસ સ્ટોપની બાજુમાં પાણી ભરાયા હતા. તો કોમ્પ્લેક્સની નીચે આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મોરબીના હળવદ તાલુકામાં 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. મોરબીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 6 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 22 તાલુકાઓમાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડયો છે. રાજ્યના 5૦ તાલુકાઓમાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડયો છે.