Rubina Dilaik એ બર્થ-ડે પર ચાહકોને કરી દીધાં ખુશ! દેખાડ્યો એવો જલવો...
ટેલિવિઝનની સૌતી હોટ અભિનેત્રીમાંથી એક રૂબીના દિલૈકે 26 ઓગસ્ટે 34માં જન્મ દિવસની ઉજવણી કરી.
પોતાના કરિયરની શરૂઆતમાં રૂબીના અનેક સ્થાનિક બ્યુટી કોન્ટેસ્ટની વિજેતા રહી હતી. 21 વર્ષની ઉંમરે રૂબીનાએ છોટી બહૂ નામના શોથી ટીવી પર શરૂઆત કરી હતી.
રૂબીનાએ પોતાના કરિયરમાં અનેક શોમાં કામ કર્યું છે. પરંતુ 'શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી' શોમાં ટ્રાન્સજેન્ડરના પાત્રથી ફેન્સના દિલ જીતવામાં સફળ રહી હતી.
રૂબીના દિલૈક બિગ બોસ 14માં ભાગ લીધો હતો. જેમાં પોતાના આગવા અંદાજથી લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી. અને રૂબીના બિગ બોસ 14માં વિજેતા બની હતી.
રૂબીના પોતાના પતિ અભિનવ શુક્લા સાતે બિગ બોસના ઘરમાં ગઈ હતી. જ્યાં તેણે પતાના પતિથી અલગ થવાના કિસ્સાનું વર્ણન કર્યું હતું. જો કે શો દરમિયાન જ બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.
અભિનયની સાથે સોશિયલ મીડિયા પર રૂબીના ખુબ એક્ટિવ છે. રૂબીનાના ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફેનફોલિંગ છે. જ્યાં રૂબીના પોતાના શાનદાર અંદાજની તસવીરો શેર કરી ફેન્સના દિલ જીતે છે.
રૂબી દિલૈક બિગ બોસના શોથી ખુબ જ જાણીતી બની છે. એટલુ જ નહીં પણ રૂબીના અત્યાર સુધીમાં સૌથી વધુ પસંદ કરાયેલી બિગ બોસ વિજેતા છે. (ફોટો સાભાર: Instagram@RubinaDilaik)