Rupali Ganguly નથી અસલ Anupama, રિયલવાળી આગળ ફીક્કી છે અભિનેત્રી

Wed, 20 Oct 2021-4:20 pm,

અસલી અનુપમા (Anupama) રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) નહી પરંતુ કોઇ બીજું છે. રૂપાલી ગાંગુલી પહેલાં આ પાત્ર ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ ભજવ્યું છે. તમે ફરી વિચારવા લાગ્યા કે ઇંદ્રાણી શોમાં ક્યારેય જોવા ન મળી? જોકે 'અનુપમા' ટીવી સીરિયલની ઓરિજનલ કહાની 'શ્રીમોઇ' ટીવી સીરિયલ પરથી લેવામાં આવી છે. એટલે કે 'અનુપમા' 'શ્રીમોઇ'ની રીમેક છે.   

'શ્રીમોઇ' (Shrimoi) માં અનુપમા (Anupama) નું હિટ પાત્ર ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ ભજવ્યું છે, જો કે નવી અનુપમાની માફક જ ખૂબ હિટ રહી. તમને જણાવી દઇએ કે 'શ્રીમોઇ' (Shrimoi) એક બંગાળી સિરિયલ છે જેનું પ્રસારણ સ્ટાર જલશા પર થઇ રહ્યું છે. તેનું પ્રીમિયર 10 જૂન 2019 ના રોજ થયું હતું અને સીરિયલમાં 'શ્રીમોઇ' (Shrimoi) નું પાત્ર ઇંદ્રાણી હલદર ભજવી રહી છે. 

ઇંદ્રાણી હલદર (Indrani Haldar) ભારતીય એક્ટ્રેસ હોવાની સાથે-સાથે બંગાળી સિનેમાની એક્ટિવ એક્ટ્રેસ છે. બંગાળી ઇંડસ્ટ્રીમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવે છે. એકટ્રેસને એકવાર નેશનલ એવોર્ડ, ત્રણ બીએફજેએ પુરસ્કાર અને બે આનંદલોક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. 

વર્ષ 1986માં ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ એક બંગાળી સીરિયલમાં કામ કર્યું હતું. આ સાથે જ તેમણે એક્ટિંગની દુનિયામાં પગ માંડ્યો હતો. તે ટીવી સીરીઝ 'તેરો પરબોન' માં કામ કરતી જોવા મળી હતી. ઇંદ્રાણીએ ઘણી ફિલ્મો, ટીવી શો અને ટેલીફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. 

ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ બીઆર ચોપડાના શો 'માં શક્તિ'માં મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યું હતું. તે ઘણા હિંદી ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે. હિંદી ઇંડસ્ટ્રીમાં કામ કરવા માટે તે વર્ષ 2008 માં મુંબઇ આવી ગઇ હતી. વર્ષ 2013 સુધી તે હિંદી ઇંડસ્ટ્રીમાં કામ કરતી જોવા મળી હતી. 

ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ બોલીવુડ સ્ટાર મિથુન ચક્રવતી સાથે તેમની ફિલ્મ 'ભૈરવ' માં પણ કર્યું છે. બંગાળી ઇંડસ્ટ્રીમાં ઇંદ્રાણી હલદર (Indrani Haldar) ના કામની તુલના મોટાભાગે ઋતુપર્ણા સેનગુપ્તા અને દેબોશ્રી રોય સાથે કરવામાં આવે છે. જે બંગાળી ઇંડસ્ટ્રીની પોપુલર અભિનેત્રી છે ઇંદ્રાણી એક બંગઍળી ફિલ્મમાં રાની મુખર્જી સાથે કામ કરી ચૂકી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link