રૂસના રાષ્ટ્રપતિ પુતિનનો ફોટો જોઇને દગો ખાઇ જશો, લાગે છે હોલીવુડના હીરો
રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ સાઇબેરિયામાં રજા માણી રહ્યા છે. પુતિનના આ હોલીડેના ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે કોઇ હોલીવુડ હીરોની માફક જોવા મળી રહ્યા છે. તેમનો ક્લાસિક સ્પોર્ટી લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે પુતિન સાઇબેરિયામાં પોતાના રક્ષા મંત્રી સાથે એંજોય કરી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોના રિપોર્ટનું માનીએ તો પુતિન એવી ખતરનાક જગ્યાઓ પર રજાઓ માણવા એટલા માટે જાય છે જેથી દેશને બતાવી શકે કે તે હજુ પણ સ્વસ્થ્ય, તાકતવર અને જોશથી ભરેલા છે.
રિપોર્ટ્સનું માનીએ તો આ ફોટોઝ 26 ઓગસ્ટના રોજ પાડવામાં આવ્યા હતા. પુતિન મોટાભાગે રૂસના હાલના પીએમ દિમિત્રી મેદવેદેવની સાથે આવતા જતા રહે છે.
ગત વર્ષે પણ પુતિન રાષ્ટ્રપતિ ભવનથી બ્રેક લઇને તે સાઇબેરિયા પહોંચ્યા હતા. તેમનો શર્ટલેસ લુક ખૂબ વાયરલ થયો હતો.
65 વર્ષની ઉંમરમાં રૂસના રાષ્ટ્રપતિ પુતિન ફિટ અને હેલ્ધી જોવા મળે છે. સાઇબેરિયામાં તેમણે બોટિંગ અને ગાર્ડિનિંગની પણ મજા માણી. (ફોટો સાભાર: Reuters)