ભારતમાં લોંચ થયો Samsung Galaxy Note 9, લોચિંગ પહેલા આપી ખાસ ઓફર

Fri, 10 Aug 2018-12:14 pm,

સેમસંગ પોતાના ફ્લેગશિપ નોટ સીરીઝ લોંચ કરવાની તૈયારીમાં છે. કંપનીના તેના માટે Unpacked 2018 ઇવેંટ ન્યૂ યોર્કમાં આયોજિત કરી છે. આ ઇવેંટ Note 9 ના ઉપરાંત બે નવા ડિવાઇસ લોંચ કરવામાં આવી શકે છે. આશા વ્યક્ત થઇ રહી છે કે કંપની Galaxy સ્માર્ટવોચ અને બિકબી આધારિત સ્માર્ટ સ્પીકર લોંચ કરવામાં આવશે. લોચિંગની લાઇવ સ્ટ્રીમિંગ samsung.com પર જોઇ શકાશે. 

Galaxy Note 9 સાથે સંકળાયેલા સમાચારો સતત લીક થઇ રહ્યા છે જેમાં તેની ડિઝાઇન, વેરિએન્ટ અને સ્પેસિફિકેશન્સ સામેલ છે. ઇવેંટની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે. આ કંપનીના યૂટ્યૂબ ચેનલ પર જોઇ શકાય છે. 

સેમસંગ મોબાઇલના એક રિપોર્ટમાં બ્લૂ વેરિએંટ Note 9  સાથે યલો એસ પેન જોવા મળ્યો છે. આ ડિવાઇસની ડિઝાઇન પણ લીક થઇ ચૂકી છે અને સ્પેસિફિકેશન્સ વિશે પણ અંદાજો છે. તાજેતરમાં જ એ વાત પણ સામે આવી હતી કે આ વખતે તેમાં માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1TB મેમરીનો સપોર્ટ આપવામાં આવશે. 

મળતી માહિતી અનુસાર Galaxy Note 9 માં 4,000mAh ની પાવરફૂલ બેટરી હશે. આ ઉપરાંત આ સ્માર્ટફોન અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર પણ આપવામાં આવી શકે છે. આ વખતે એસ પેનમાં પણ ઘણા ફેરફારની આશા છે. 

ફોનને બ્લૂ, બ્લેક, ગ્રે, બ્રાઉન અને લિયાક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. તેને બે સ્ટોરેજ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. 

તેના 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 899 પાઉંડ એટલે કે લગભગ 79,900 રૂપિયા હોવાની આશા છે, તો બીજી તરફ 512 જીબી સ્ટોરેજ વેરિએંટની કિંમત 1099 પાઉંડ્સ એટલે લગભગ 97,650 રૂપિયા હોવાની આશા છે. 

આ પહેલાં જ આ ફોનને ડિસ્કાઉન્ટ પર ઓફર કરવામાં આવી રહ્યું છે. જો ગ્રાહક સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ અથવા એપ દ્વારા પ્રી-ઓર્ડર કરે છે તો તેમને 450 ડોલર એટલે કે લગભગ 31,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. 

આ એક એક્સચેંજ ઓફર છે. આ ઓફર હેઠળ જો યૂજર્સ આ ફોનને ડિસ્કાઉંટ સાથે ખરીદવા માંગે છે તો તેને તેના માટે પ્રી-ઓર્ડર કરવો પડશે. ગ્રાહકોને પોતાની જૂનો ફોન એક્સચેંજ કરી આ ડિસ્કાઉંટ મળી શકે છે. આ એક્સચેંજ ફક્ત ગૂગલ, એલજી, એપ્પલ અથવા સેમસંગ ડિવાઇસિસની સાથે માન્ય ગણાશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link