આલીશાન ઘરો અને લક્ઝરી કારની શોખીન છે સપના ચૌધરી, જુઓ મન પ્રફુલ્લિત કરતી હોટ તસવીરો

Sat, 10 Sep 2022-5:28 pm,

સપના ચૌધરીએ પોતાની કારકિર્દીમાં ઘણું સ્ટ્રગલ કર્યુ. આજે સપના ચૌધરી ઈન્ડસ્ટ્રીમાં અનેક વર્ષોથી એક્ટિવ છે. સક્સેસફુલ વીડિયો અને ફિલ્મ આપીને સપના ચૌધરીએ પોતાના ફેન્સના દિલમાં જગ્યા મેળવી લીધી છે.

સપના ચૌધરી અનેક ટીવી શોનો હિસ્સો પણ રહી ચૂકી છે. સ્ટેજ શોથી કારકિર્દીની શરૂઆત કરાવનારી સપના ચૌધરી આમ તો સામાન્ય લાઈફ સ્ટાઈલમાં જીવે છે. પરંતુ તેની નેટવર્થ કરોડોમાં છે.

સપના ચૌધરી એક મોટી પર્સનાલિટી હોવાની સાથે-સાથે જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. ઈન્સ્ટાગ્રામ પર સપના ચૌધરીના 50 લાખ ફોલોઅર્સ છે. સપના ચૌધરીની કારકિર્દીને ઉડાન રિયાલિટી શો બિગ બોસથી મળી.

સપના ચૌધરીની સ્ટાઈલ અને ડાન્સ સ્ટેપ્સ ઓડિયન્સની વચ્ચે જાણાીતા છે. સપના ચૌધરી માત્ર 8 વર્ષની હતી, ત્યારે વર્ષ 2008માં તેના પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

જ્યારે સપના ચૌધરીએ જન્મ લીધો ત્યારે તેનું નામ સુષ્મિતા રાખવામાં આવ્યું. પરંતુ પછીથી તેની માતાએ તેનું નામ સપના ચૌધરી રાખ્યું. સપના ચૌધરી આજે કરોડોના માલિક છે. દેશના દરેક ખૂણામાં આજના સમયમાં તમને સપનાના ફેન્સ મળી જશે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સપના ચૌધરી એક સ્ટેજ પરફોર્મન્સના 25થી 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેની નેટવર્થ 50 કરોડ રૂપિયા છે. સપના ચૌધરીનો ગાડીઓનો બહુ શોખ છે. તેની પાસે ઓડી ક્યુ-7,ફોર્ડ અને બીએમડબલ્યુ 7 સિરીઝની ગાડી છે.

સપના ચૌધરી પાસે દિલ્લીમાં બંગલો છે, જેમાં તમામ સુખ-સુવિધાઓ છે. સપના ચૌધરીએ બોલીવુડ ફિલ્મ દોસ્તી કે સાઈડ ઈફેક્ટ્સ, નાનૂ કી જાનૂ અને જર્ની ઓફ ભાંગઓવરમાં કામ કર્યુ છે.

સપના ચૌધરીએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. આ સમાચાર વીર સાહૂએ ફેસબુક દ્વારા તેના ફેન્સને આપ્યા હતા. અને વર્ષોથી વીર સાહૂ સંગ સપના ચૌધરી રિલેશનશિપમાં હતી. લોકડાઉનમાં એક પ્રાઈવેટ સિરેમનીમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જ્યારે તે માતા બની ગઈ ત્યારે તેણે મીડિયાને જણાવ્યું કે તેણે વીર સાહૂ સાથે કોર્ટ મેરેજ કર્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link