ગુજરાતના સૌથી ફેમસ હિલ સ્ટેશનનો નજારો એકાએક બદલાયો, કુદરતે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું
ગુજરાતના સૌથી ફેમસ હિલ સ્ટેશન ગણાતા સાપુતારા ખાતે વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળછાયા માહોલમાં સંખ્યાબંધ પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લઇને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ નૌકા વિહાર, સાહસિક ઇવેન્ટ- પેરા ગ્લાઈડિંગ, એડવેન્ચર એક્ટિવિટી વગેરેનો આનંદ લઇ રહ્યા છે.
દક્ષિણ ગુજરાત સહિત મુંબઇ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અલગ અલગ રાજ્યના પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે આવતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાપુતારા તેના પ્રાકૃતિક સૌંદ્રય માટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતાં અહીનાં સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બન્યુ છે. પ્રવાસીઓએ ટેબલ પોઈન્ટ સહિત સનરાઈઝનાં લીલાછમ સ્વચ્છ વાતાવરણમાં આંનદની પળો માણી હતી.
ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ અને હળવા તડકામાં પ્રવાસીઓ બોટીંગ, પેરાગ્લાઈડીંગ સહીત એડવેન્ચર એક્ટિવિટીઓ વધી ગઈ છે. વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જ પક્ષીઓનાં કલરવ સાથે સૂર્યદેવ વાદળોમાં સંતા કૂકડી રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગાઢ ધુમ્મસ વચ્ચે સૂર્યોદયનું સૌંદર્ય નિહાળી પ્રવાસીઓમાં ખુશી છવાઈ છે.