રાત્રે 12 વાગ્યા પછી શરૂ થશે ડાઉનવર્ડ ટ્રેઇન, નર્મદા ડેમમાં 11.37 લાખ ક્યુસેક પાણી ઠલવાશે

Mon, 31 Aug 2020-7:21 pm,

આજે તા.31 ઓગસ્ટ 2020ને સોમવારના રોજ જવારે 8 કલાકે ઇન્દીરા સાગર ડેમ ખાતે 262.13 મીટર સપાટી નોંધાયી હતી. જે ડેમની પૂર્ણ સપાટી છે. આ સમયે ઇન્દીરા સાગર ડેમના ઇનફ્લો-આઉટફ્લો બંને એક સરખા થયા હતા.

જે 11.37 લાખ ક્યૂસેક નોંધાયા હતા. આમ, ઇન્દીરા સાગર ડેમમાંથી 30 ઓગસ્ટ 2020ના રોજ રાત્રે 8 કલાકથી બીજા દિવસે 31 ઓગસ્ટ 2020ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં 11.37 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

આ પાણીને સરદાર સરોવર ડેમ ખાતે આવતા આશરે 14 કલાક લાગે છે. આમ આજે રાત્રે 12 કલાક સુધી સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આશરે 11.37 લાખ ક્યુસેક પાણી આવવાની સંભાવના છે. તેવી જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે આપી હતી.

તેમના જણાવ્યા અનુસાર આજે બપોરે 3 કલાકે સરદાર સરોવર ડેમ ખાતે ડેમની સપાટી 132.81 મીટર નોંધવાની સાથે ડેમમાં 11.40 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેની સામે આશરે 1.22 લાખ ક્યુસેક પાણીનો ડેમમાં સંગ્રહ કરી ભરૂત તરફ 9.58 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમના 23 દરવાજા મારફતે છોડવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસના 6 યુનિટ ધમધમાટ ચાલતા હોવાથી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી છે અને 40 હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે.

આ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના 4 યુનિટ કાર્યરત હોવાથી 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી છે અને 20 હજાર ક્યુસેક જેટલું પાણી મુખ્ય કેનાલ તરફ વહી રહ્યું છે. હાલમાં આ બંને પાવર હાઉસ મારફતે અંદાજે કુલ 3.36 કરોડ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે.

આમ, સરદાર સરોવર ડેમ ખાતે આશરે 1.25 લાખ ક્યૂસેક પાણીનો સંગ્રહ કરતા દર કલાકે આશરે 4થી 5 સેમીનો વધારો નોંધાઇ રહ્યો છે.

આજે રાત્રિના 12 કલાક પછી ડાઉનવર્ડ ટ્રેઇન શરૂ થશે તેવી ધારણાં વ્યક્ત કરાઇ છે. છેલ્લે આજે સાંજે 5 કલાકે પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ નર્મદા ડેમની સપાટી 132.88 મીટરે નોંધાવા પામી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link