સાઉદી અરેબિયા પહેલીવાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે, આ મોડેલ કરશે ઇસ્લામિક દેશનું પ્રતિનિધિત્વ
સાઉદી અરેબિયા (Saudi Arabia) મિસ યુનિવર્સ પેજન્ટ ( Miss Universe Pageant) માં પદાર્પણ કરવા જઈ રહ્યું છે. જાણીતી સૌંદર્ય સ્પર્ધા અને સોશિયલ મીડિયા પર્સનાલિટી રૂમી અલકાહતાની (Rumy Alqahtani) એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તે આ વૈશ્વિક સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તસવીરોની સાથે અલકાહતાનીએ ઈન્સ્ટાગ્રામ પર અરબીમાં લખ્યું, 'મને મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભાગ લેવાનું સન્માન મળી રહ્યું છે. મિસ યુનિવર્સ સ્પર્ધામાં સાઉદી અરેબિયાની આ પ્રથમ ભાગીદારી છે.
ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, રિયાધના રહેવાસી અલકાહતાની ખૂબ જ લોકપ્રિય વ્યક્તિત્વ છે. તેણીએ ઘણી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, તાજેતરમાં તેણીએ થોડા અઠવાડિયા પહેલા મલેશિયામાં યોજાયેલી મિસ એન્ડ મિસિસ ગ્લોબલ એશિયન પેજન્ટમાં ભાગ લીધો હતો.
મિસ સાઉદી અરેબિયાનો તાજ પહેરવા ઉપરાંત, રૂમી અલકાહતાની મિસ મિડલ ઈસ્ટ (સાઉદી અરેબિયા), મિસ આરબ વર્લ્ડ પીસ 2021 અને મિસ વુમન (સાઉદી અરેબિયા) ના ખિતાબ પણ ધરાવે છે.
અરબ ન્યૂઝના અહેવાલ મુજબ, રૂમી અલકાહતાનીએ કહ્યું, 'મારું યોગદાન વિશ્વની સંસ્કૃતિઓ વિશે જાણવા અને અમારી અધિકૃત સાઉદી સંસ્કૃતિ અને વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું છે.'
(photos, courtesy:@rumy_alqahtani)