રાંધણ ગેસ પડશે 300 રૂપિયા સસ્તો, સબસિડીવાળા બેંક ખાતાથી લિંક કરાવી લો આધારકાર્ડ
અત્યારે એ જોવા મળી રહ્યું છે કે રાંધણ ગેસની કિંમત 10-20 રૂપિયા થઈ ગઈ છે પરંતુ હવે સરકારે સબસિડીની રકમમાં વધારો કરી દીધો છે. રાંધણ ગેસ પર સબસિડી 153.86 રૂપિયાથી વધીને 291.48 રૂપિયા થઈ ગઈ છે.
જો તમે રાંધણ ગેસ પર સબસિડી માગતા હોય તો તમારે સબસિડીવાળા ખાતાને આધાર કાર્ડથી લિંક કરવું પડશે. આધાર કાર્ડ લિંક કરશો એટલે તમારા ખાતામાં 300 રૂપિયા આવી જશે.
જો તમારુ LPG કનેક્શન આધાર કાર્ડથી લિંક નથી તો તમે ઘરે બેઠા લિંક કરી શકો છો. ઈન્ડિયનના ગ્રાહકો https://cx.indianoil.in પર પુરી જાણકારી મળી શકશે. ભારત ગેસના ગ્રાહક https://ebharatgas.com પરથી LPG કનેક્શનને આધારા સાથે લિંક કરી શકશો.
કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેની અસર રાંધણ ગેસ પર પડી છે. 4 મહીના પહેલા રાંધણ ગેસ 594 રૂપિયામાં મળતો હતો જે હવે દિલ્હીમાં 819 રૂપિયામાં મળી રહ્યો છે. નવેમ્બરથી માર્ચ મહિનાની વચ્ચે રાંધણ ગેસની કિંમત 255 રૂપિયા વધી ગઈ છે જે 25 ટકાની નજીક છે.
જો તમે રાંધણ ગેસનું બુકિંગ મોબાઈલ એપ Paytm મારફતે કરો છો તો પહેલી વખત બુકિંગ કરનાર યૂઝર્સને 100 રૂપિયાની છૂટ Paytm આપી રહ્યું છે. જો તમે પહેલા ક્યારેય Paytmથી ગેસ બુકના કરાવ્યો હોય તો તમે આ ઓફરનો ફાયદો ઉઠાવી શકશો.