સોશિયલ મીડિયા પર વાયરલ થઇ `SOTY 2`ની અભિનેત્રી તારા સુતરિયાની આ PHOTOS

Mon, 13 May 2019-10:39 am,

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે શું નારાજ છે તો તેના પર તારાએ મીડિયાને જણાવ્યું કે ''હું નિરાશ નથી પરંતુ મને ખુશી છે કે ફિલ્મને આટલી સારી રીતે સ્વિકારવામાં આવી છે. અમે નસીબદાર છીએ કે ફિલ્મને આટલી સારી ઓપનિંગ મળી. 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'ની આખી ટીમ ખુશ છે અને દર્શકોને આગ્રહ કરવા માંગીશ કે આ પ્રકારે અમને પ્રેમ આપે જેમકે તમે આપી રહ્યા છો. 

અહીં ફેશન ડિઝાઇનર ઋતુ કુમારે એક સમારોહમાં જ્યારે તારાને પોતાના નવા વસંત ગ્રીષ્મ 2019 કલેક્શનનો ચહેરો જાહેર કર્યો તો ઇંવેટથી અલગ તારાએ આ અંગે વાત કરી.

મિલન લુથરિયાની ફિલ્મ 'આરકેસ 100' તારાની આગામી ફિલ્મ હશે જેમાં તે સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી સાથે જોવા મળશે. 

આ અંગે તારાએ કહ્યું કે ''આ ફિલ્મનું શૂટિંગની શરૂઆતને લઇને ખૂબ ઉત્સાહિત છું, મને લાગે છે કે ટાઇગરની માફક અહાન પણ સારા છે. એટલા માટે પોતાને નસીબદાર માનું છું કે મને ફિલ્મ ઇંડસ્ટ્રીના આવા પ્રતિભાવાન અભિનેતાઓની સાથે કામ કરવાની તક મળી છે.''

'આરએક્સ 100' તેલુગૂ એક્શન થ્રીલર ફિલ્મની સત્તાવાર રીમેક છે. ફિલ્મના નામમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જુલાઇથી તેનું શૂટિંગ શરૂ થવાનું છે. ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં એક સ્ટૂડિયો ઉપરાંત મસૂરીમાં પણ થશે (ફોટો સાભાર: તમામ ફોટા તારા સુતારિયના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ્યા છે)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link