Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ

Tue, 20 Feb 2024-6:07 pm,

ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે ૯૦૦ મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ ૨૩૨૦ મીટર છે. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૩૭૦ મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર અને ૯૦૦ મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ છે. 

આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકોએ અવરજવર કરવી પડતી હતી તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે. 

રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી શ્રીમદ્દ ભાગવત ગીતાજીનાં શ્લોકો દર્શાવવામાં આવ્યા છે. જે આકર્ષણ કેન્દ્ર વધારશે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ x ૧૨ મીટરના ૪ - મોરપંખ આકારવામાં આવ્યા છે. 

આ બ્રિજની બંને તરફની ફુટપાથ પર ૧-મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવા માટે સોલાર પેનલ લગાવવામાં આવી છે. બ્રીજ પર ૧૨ જેટલા લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. 

આ બ્રિજથી દ્વારકા, ઓખા અને બેટ-દ્વારકામાં રહેતા લોકોને રોજગારીની નવી તકો મળશે તેમજ ભગવાન શ્રીક્રુષ્ણનાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓને બ્રિજની સગવડતા મળવાથી સરળતાથી દર્શનનો લાભ મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link