Photos : સૌથી પહેલા સુરતના વેપારીએ ભારતીયોને ચા ચખાડી હતી

Tue, 27 Nov 2018-11:41 am,

હાલ પાંચ રાજ્યોની ચૂંટણી ચાલી રહી છે, જેમાં ચાનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. ત્યારે ગુજરાતનું ચા સાથે જોડાયેલું એક કનેક્શન તમારા માટે રસપ્રદ બની રહેશે. ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ભારતમાં ચાની શરૂઆત 17મી સદીમાં સુરતના વેપારી વીરજી વોરાએ કરી હતી. 1648માં ડચ વેપારી પાસેથી 20 મણ ચા અને 9 મણ કોફી ખરીદીને તેને ગુજરાતમાં લાવવાનો સુરતના ઈતિહાસમાં ઉલ્લેખ કરાયેલો છે. આ ચા તેમણે સુરતીઓને પીવડાવી હતી. ભારતમાં ચાની એન્ટ્રી કરાવવામાં અંગ્રેજોનો ફાળો હતો એવું અત્યાર સુધી આપણે ઈતિહાસના પુસ્તકોમાં વાંચતા આવ્યા છીએ. પરંતુ સુરતમાં 1585માં જન્મેલા સાહસિક વેપારી તો એ પહેલા જ ચાને ગુજરાત લઈ આવ્યા હતા. તેણે ચા ચીનથી અને કોફી અરબસ્તાનથી મંગાવી હતી. 

દક્ષિણ કોરિયાના લોકોએ ડિપ્રેશનથી બચવા  માટે નવો માર્ગ શોધ્યો છે. અહીંના હોંગચિઆંગ શહેરમાં 2013માં થાક અને તણાવ દૂર કરવા માટે એક નકલી જેલ બનાવવામાં આવી છે. ગુજરાત સમાચારની ખબર મુજબ, અહીં 24 કલાક રહેવા માટે 90 ડોલર એટલે કે અંદાજે 6350 રૂપિયા ચૂકવવા પડે છે. 

બાળકોની માસુમિયત હવે ધીરે ધીરે છીનવાઈ રહી છે. ભારતમાં બાળકો સલામત નથી. બાળકોની સલામતી માટે માબાપને કેટકેટલો ચોકીપહેરો ગોઠવવો પડે છે તે તો તેઓ જ કહી શકે છે. ગુજરાતમાં પણ બાળ અત્યાચારની બાશ શોષણની અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે. આવામાં યુનિયન ગર્વમેન્ટ દ્વારા આપવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલ સમાચાર મુજબ, 2014થી 2016 દરમિયાન ભારતમાં બાળકો પર 19.61 ટકા અત્યાચાર થયા છે. જેમાં ગુજરાતમાં 13 ટકા વધ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link