ગિરનારની અભેદ ગિરિકંદરાઓમાં ગાયબ થયેલા ક્યારેય પરત ફરતા નથી, ગુમ થયા 70 વર્ષના માજી
ગિરનાર જેટલો ચઢલો જટિલ, સૌંદર્યથી ભરપૂર છે, ત્યાં તેની વધુ એક વિશેષતા તેની રહસ્યમય દુનિયા પણ છે. કહેવાય છે કે, ગરવા ગિરનારમાં અનેક એવા રહસ્યો સર્જાય છે, જે માનવીઓ માટે સમજવા મુશ્કેલ છે. ગિરનાર પર અનેક લોકો ભૂલા પડી ગયા હોવાનું કહેવાય છે. તો બે દાયકામાં અનેક લોકો ગુમ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે 70 વર્ષના દાદીમા ગુમ થવાની ઘટના બની છે એવો અહેવાલ સંદેશમાં છપાયો છે.
અમદાવાદના એક પરિવારમાં વિચિત્ર કિસ્સો બન્યો છે. આડે રસ્તે ચઢેલા એક પુત્રએ 25 લાખની માંગણી કરીને પોતાના માલેતુજાર પિતાને ધમકી આપી છે. નવગુજરાત સમયના રિપોર્ટ અનુસાર, પિતાએ આ પુત્રને ઘરમાંથી કાઢી નાખ્યા છતાં પુત્રની હેરાનગતિ વધી ગઈ છે. એટલું જ નહિ, આ પુત્રએ પોતાના પાલકને રૂપિયા માટે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
રાજકોટમાં પ્રમુખ સ્વામીના જન્મ જયંતીની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. દિવ્ય ભાસ્કરમાં આ તસવીર આ ઉત્સવમાં ઉમેટલ માનવ મહેરામણ અને રાજકોટમાં આવેલ સ્વામીનારાયણ મંદિરને કેવું શણગાર્યું છે તેની સાક્ષી પૂરે છે.
ગઈકાલે ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાના જવાબ લીક થતા લાખો પરીક્ષાર્થીઓ અટવાયા હતા. પરીક્ષાર્થીઓ કેવી કેવી પરિસ્થિતિમાંથી પાર થઈને એક્ઝામ સેન્ટર પહોંચ્યા, અને ત્યાં તેમને ખબર પડી કે પરીક્ષા રદ કરાઈ છે. ગુજરાત સમાચારમાં છપાયેલ આ અહેવાલ મુજબ, પોતાની તાજી જન્મેલી પાંચ દિવસની બાળકીને લઈને એક મહિલા અમદાવાદ પરીક્ષા આપવા પહોંચી હતી. ત્યારે આ મહિલા અને તેના પરિવારજનોના આક્રોશનો કોઈ પાર રહ્યો ન હતો.