દૂરદર્શનના કારણે ચમકી ગઈ આ કલાકારોની કિસ્મત, એક તો બોલીવુડ પર કરે છે રાજ
શાહરૂખ ખાનઃ બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાને 90ના દાયકામાં દૂરદર્શનની 'ફૌજી' અને 'સર્કસ'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. દૂરદર્શનથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર શાહરૂખ ખાન આજે ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં પોતાના અભિનય માટે જાણીતા છે.
નવાઝુદ્દીન સિદ્દીકીઃ બોલિવૂડમાં પોતાના સંઘર્ષ અને અદભૂત અભિનય માટે જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ દૂરદર્શનના ઘણા શોમાં નાની ભૂમિકાઓ કરી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ લાંબા સમય સુધી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવી, ત્યારબાદ વર્ષ 2012માં ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી અભિનેતાને લોકપ્રિયતા મળી.
વિદ્યા બાલનઃ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક વિદ્યા બાલન ટીવી શોએ 90ના દાયકામાં 'હમ પાંચ' નામના કોમેડી શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ અભિનેત્રીએ વર્ષ 2005માં સૈફ અલી ખાન સાથેની પહેલી ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
મંદિરા બેદીઃ અભિનેત્રી મંદિરા બેદી ટીવી શૉ હજુ પણ ફિલ્મો અને ટીવીની દુનિયામાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યાં છે.મંદિરા બેદીએ વર્ષ 1994માં દૂરદર્શનના હિટ શો 'શાંતિ'થી પોતાની ઓળખ બનાવી હતી.
રેણુકા શહાણેઃ પ્રસિદ્ધ બોલિવૂડ અને ટીવી અભિનેત્રી રેણુકા શહાણેએ દૂરદર્શનના પ્રખ્યાત 'સર્કસ'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ રેણુકાએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી.