આ કલાકારોનું બેંક બેલેન્સ કુબેરના ખજાનાથી ઓછું નથી, બેઠા-બેઠા ખાઈ શકે છે આવનારી પેઢીઓ
Shahrukh Khan: આ લિસ્ટમાં શાહરૂખ ખાનનું નામ સૌથી ઉપર આવશે. બોલીવુડના સૌથી ધનવાન એક્ટર છે શાહરૂખ ખાન. માત્ર બોલીવુડ જ નહીં પરંતુ દુનિયાના સૌથી ધનીક એક્ટરોના લિસ્ટમાં તેનું નામ છે. શાહરૂખ ખાન ફિલ્મ અને બિઝનેસથી મોટી કમાણી કરે છે.
Salman Khan: સલમાન ખાન છેલ્લા 30 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે. ફિલ્મ સિવાય બિઝનેસ દ્વારા પણ તેણે મોટી સંપત્તિ બનાવી લીધી છે. ખાસ વાત છે કે સલમાને લગ્ન કર્યા નથી, તેવામાં તેની આ મોટી સંપત્તિનું વારસદાર કોણ હશે તે જાણવાની બધાને ઉત્સુકતા છે.
Aamir Khan: આમિર ખાન પણ કોઈથી કમ નથી. તેની નેટવર્થ તમારા હોશ ઉડાવી શકે છે. છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમય ઈન્ડસ્ટ્રીમાં પસાર કરી ચુકેલા આમિર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
Akshay Kumar: અક્ષય કુમાર સૌથી વધુ ફિલ્મો કરે છે અને તે મોટી ફી લે છે. આ સિવાય તેના બિઝનેસ છે, જેમાંથી તેને કરોડોની કમાણી થાય છે. આજે ખેલાડી બોલીવુડના ધનવાન એક્ટર્સમાંથી એક છે.
Aishwarya Rai: બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય પણ કમાણીના મામલામાં બધાથી આગળ છે. માત્ર એક્ટિંગ જ નહીં પરંતુ એશ્વર્યા ઘણી ઈન્ટરનેશનલ બ્રાન્ડનો મોટો ચહેરો છે. આ સિવાય તે ઘણા ગ્લોબલ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે. એશ્વર્યા ફિલ્મો ન પણ કરે પણ તેની કમાણી વર્ષે કરોડોમાં છે.