2025માં આ 2 રાશિવાળાને લાગશે શનિની ઢૈય્યા, એક ભૂલ જીવન રમણભમણ કરી નાખશે, ખુબ સંભાળીને રહેજો
શનિ વર્ષ 2025માં મીનમાં પ્રવેશ કરતા કેટલીક રાશિના જાતકો માટે પડકારભર્યો સમય શરૂ થઈ શકે છે. ઢૈય્યા શરૂ થતા તે કષ્ટકારી રહી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કે કર્મફળના દાતા ગણવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ લગભગ અઢી વર્ષ એક રાશિમાં રહે છે. શનિ ગોચરની સાથે જ કેટલીક રાશિઓ પર શનિની સાડા સાતી અને ઢૈય્યાની શરૂઆત થાય છે.
જ્યોતિષ મુજબ શનિની ઢૈય્યા અઢી વર્ષ માટે હોય છે. શનિ આ દરમિયાન જાતકોને શુભ કે અશુભ ફળ આપે છે. જ્યારે શનિની ઢૈય્યા ચાલતી હોયત્યારે તેનાથી પીડિત રાશિઓ માટે તે સમય કષ્ટકારી હોય છે.
શનિ હાલ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે. વર્ષ 2025માં 29 માર્ચના રોજ શનિ ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું ગોચર રાતે 11.01 વાગે થશે.
હાલ શનિ કુંભ રાશિમાં છે. શનિના કુંભ રાશિમાં હોવાથી કર્ક અને વૃશ્ચિક રાશિવાળા પર શનિની ઢૈય્યા ચાલે છે. શનિના મીન રાશિમાં ગોચર કરતાની સાથે જ આ બંને રાશિઓને શનિની ઢૈય્યાથી છૂટકારો મળી જશે.
2025માં શનિના મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ સિંહ અને ધનુ રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થશે. આવનારા અઢી વર્ષ સુધી આ બે રાશિઓ પર શનિની ઢૈય્યાનો પ્રભાવ રહેશે. શનિ ગોચરના આધારે જ શનિ ઢૈય્યા અને શનિ સાડાસાતીની સમીક્ષા કરાય છે.
જ્યોતિષાચાર્યો મુજબ શનિ ઢૈય્યાથી પીડિત રાશિના લોકોને શારીરિક, માનસિક અને આર્થિક કષ્ટોનો સામનો કરવો પડે છે. આથી આ સમય દરમિયાન ધન સંલગ્ન મામલાઓમાં સતર્કતા રાખવી જરૂરી છે. સ્વાસ્થ્યને લઈને પણ સતર્ક રહો.
મકર રાશિવાળાને સાડા સાતીના પ્રકોપથી મુક્તિ મળશે અને વર્ષ 2025માં કર્ક અને વૃશ્ચિક રાશિવાળાને શનિની ઢૈય્યાથી છૂટકારો મળશે.
ઢૈય્યા કાળમાં ખાસ કરીને સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. ઢૈય્યામાં કે શરૂ થતા પહેલા જ જાતકોએ ધનની લેવડદેવડમાં સાવધાની રાખવી. જે વ્યક્તિ પર શનિદેવનો પ્રભાવ હોય તેમણે માંસ મદિરાથી અંતર જાળવવું.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.