દિવાળી પહેલા શનિની ચાલમાં ફેરફાર, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક ક્ષેત્રમાં થશે સફળ
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તે જાતકોને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. કર્મફળદાતા શનિ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. તે આશરે અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. તેવામાં દરેક રાશિના જાતકોના જીવનમાં લાંબા સમય સુધી શનિનો પ્રભાવ રહે છે. એટલું જ નહીં શનિ રાશિ સિવાય સમય-સમય પર નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. શનિના નક્ષત્ર પરિવર્તનની અસર પણ દરેક રાશિના જાતકોના જીવનમાં સારી કે ખરાબ પડે છે. મહત્વનું છે કે શનિ આ સમયે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. તો 3 ઓક્ટોબરે રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિના પોતાના મિત્રના નક્ષત્રમાં આવવાથી કેટલાક જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આવો જાણીએ શનિના નક્ષત્ર પરિવર્તનથી કયા જાતકોને લાભ થશે.
દૃક પંચાગ અનુસાર શનિ દેવ 3 ઓક્ટોબરે બપોરે 12 કલાક 30 મિનિટ પર શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 27 ડિસેમ્બર સુધી આ નક્ષત્રમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 નક્ષત્રમાંથી શતભિષા નક્ષત્ર 24મો છે. આ નક્ષત્રના સ્વામી રાહુ અને રાશિ કુંભ છે. આ સાથે શનિ આ સમયે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે, જેનાથી તેને અનેક ગણા વધુ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી આ રાશિના દશમ ભાવમાં રહેશે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે-સાથે કરિયરમાં સારી સફળતા મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને અપાર સફળતા સાથે ધનલાભ મળી શકે છે. પ્રોફેશનલ જીવનમાં ઘણો સકારાત્મક પ્રભાવ પડી શકે છે. ધન લાભના પણ યોગ બની રહ્યાં છે. તમે તમારા લક્ષ્ય હાસિલ કરવામાં સફળ થઈ શકો છો. વિદેશમાં જો તમારો વેપાર છે તો તેમાં પણ તમને સફળતા હાસિલ થઈ શકે છે. વિદેશથી ધનલાભનો યોગ બની રહ્યો છે. આ સાથે તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.