શનિ-રાહુએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!
Shani Gochar in Rahu Nakshatra 2024 : શનિ અને રાહુ ખુબ જ શક્તિશાળી ગ્રહોમાં સામેલ છે. શનિ અઢી વર્ષમાં તો રાહુ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આથી તેમના કારણે જીવન પર થનારી અસર પણ લાંબા સમય સુધી રહે છે. હાલ શનિ શતભિષા નક્ષત્રમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધીઆ નક્ષત્રમાં રહેશે. શતભિષા નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે.
બીજી બાજુ રાહુ 5 જુલાઈ 2024ના રોજ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી ગયા હતા અને માર્ચ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના સ્વામી શનિ છે. આ રીતે શનિના રાહુના નક્ષત્રમાં હોવું અને રાહુનું શનિના નક્ષત્રમાં હોવું એ પરિવર્તન રાજયોગ બનાવે છે. આ રાજયોગ 3 રાશિવાળા માટે ખુબ જ શુભ છે.
મેષ રાશિના જાતકો માટે પરિવર્તન યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. વેપારમાં જ નુકસાન થયું હતું તેની ભરપાઈ થઈ જશે. ભાગ્યનો સાથ મળશે. રાહુ તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન લાવી શકે છે. વિદેશ પ્રવાસ અને મોટો ધનલાભ થવાના યોગ છે. વિદેશમાં નોકરીનું સપનું સાકાર થશે.
વૃષભ રાશિના જાતકો પર તો રાહુ અને શનિ બંને ખુબ મહેરબાન થશે. અચાનક મોટો ફાયદો થશે. તમારું જીવન એકાએક બદલાઈ જશે. તમારું દરેક કામ સફળ થશે. નવા નવા સ્ત્રોતોથી પૈસાનો વરસાદ થશે. કરિયરના ક્ષેત્રમાં મોટો ફેરફાર થશે. જેમ કે ઊંચુ પદ, નવી નોકરીની ઓફર, પગારમાં વધારો વગેરે. વેપારી વર્ગ પણ ખુબ નફો રળશે. બધુ થઈને આર્થિક સમૃદ્ધિ વધશે.
કુંભ રાશિના જાતકો માટે આ યોગ ખુબ શુભકારી છે અને પ્રોફેશનલ લાઈફ તથા પર્સનલ લાઈફ બંનેમાં ફાયદો થશે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે. નોકરીમાં નવી તકો મળશે. વેપાર પણ વધશે. મુસાફરી થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.